મહેસાણા

પાસ કન્વીનર રેશ્મા પટેલે મેશેજ તેમજ ફોન દ્વારા જણાવેલકે

આજ મારા 300 જેટલા ભાઇઓએ મુંડન કરાવ્યુ.મુંડન જયારે કોઇનુ મૃત્યુ થાય ત્યારે કરાવવામા આવે છે આજ મારા ભાઇઓએ ન્યાયની દેવીનુ મૃત્યુ થયુ તે માટે મુંડન કરાવ્યુ તથા કેતન પટેલને ન્યાય મળે તે માટે મુંડન કરાવ્યુ છે આ ભાજપ સરકાર માટે શરમની વાત કહેવાય કે પ્રજા ને ન્યાય નથી કરતી.હત્યારી ભાજપ સરકાર શાનમા સમજી જાય અને પોતાની હદ મા રહે બાકી 2017 માં તમારી ખુરશી નું માતમ તમે મનાવશો આ યાદ રાખજો  -રેશ્મા પટેલ

મહેસાણામાં પાટીદાર યુવક કેતન પટેલના કસ્ટોડિયલ ડેથનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ મામલે આજે 300 જેટલા પાટીદાર યુવકોએ સરકાર સામેના વિરોધમાં મુંડન કરાવ્યું હતું. એ ઉલ્લેખનીય છે કે કેતન પટેલના મોત મામલે અત્યાર સુધી પાટીદારો પહેલા મહેસાણા બંધ અને ત્યાર બાદ ઉત્તર ગુજરાત બંધ આપી ચુક્યા છે અને ઉત્તર ગુજરાત બંધ દરમ્યાન વિસનગર પાસે બસ પણ સળગાવાઈ હતી.

કેતન પટેલનો રિ-પીએમ રિપોર્ટ  બંધ કવરમાં મેજિસ્ટ્રેટને સોંપાશે.

કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મામલે રિ-પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બંધ કવરમાં મેજીસ્ટ્રેટને આપવામાં આવશે એવું આ કેસમાં ફાયરફાઈટરની ભૂમિકા અદા કરી રહેલા એડિશનલ ડીજી જે. કે. ભટ્ટે જણાવ્યું હતુ.  આ દરમ્યાન ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાના ઈનકાર સાથે ચોથા દિવસે શુક્રવારે સવારથી જ મહેસાણા સિવિલ સંકુલમાં પરિવારજનો સહિત પાટીદારોનો જમાવડો રહ્યો હતો. વિજાપુરના ધારાસભ્ય, મૃતકના પિતા અને રણેલાના કિરીટ પટેલે ફરિયાદ દાખલ કરીદોષિતોની ધરપકડ ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસનો પ્રારંભ કર્યો છે.

રીપોર્ટ : યશવંત દલસાણિયા ધોરાજી.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

https://www.facebook.com/Khabartamari/

https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ