મહેસાણા

આવતી કાલ રવિવાર સવારે કસ્ટોડિયલ ડેથના બે સપ્તાહ બાદ હવે જ્યારે પાટીદાર આગેવાનો દ્વારા કેતન પટેલના મૃતદેહની શબયાત્રા મહેસાણાથી ગાંધીનગર રાજભવન લઇ જવાની તૈયાર કરી છે. આ અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે મહેસાણાથી નીકળનારી વીર શહિદ કેતન પટેલની અંતિમયાત્રામાં સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે કોઈ પણ લોકો અંતિમયાત્રામાં જોડાશે તો તેમની પર ગુનો બનશે. અમે તો અમારા ભાઈ ની અંતિમયાત્રામાં જોડાશુ જો સરકાર અથવા પોલીસ દ્વારા કોઈ પણ વ્યક્તિને ખોટી કનડગત કરવામા આવી તો માઠા પરિણામો ભોગવવા તૈયાર રહે. અમે અમારા ભાઈની અંતિમયાત્રામાં અમારા ભાઈને ન્યાય મળે તથા તેમની આત્માને શાંતિ મળે એ હેતુથી જોડાશુ. રેશ્મા પટેલે ઉમેર્યું હતું કે સરકાર હાર જોઈ ગઈ હોવાથી છેલ્લા મહિનાઓમાં મન ફાવે તેમ સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે. અમારા ભાઈનો પાર્થિવ દેહ કેટલાય દિવસથી પડ્યો હોવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને આવતીકાલે નીકળનારી અંતિમયાત્રા એ કેતન પટેલની નહીં પણ ભાજપ ના ઘમંડ, અત્યાચાર ,તાનાશાહિની અંતિમયાત્રા નીકળશે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

https://www.facebook.com/Khabartamari/

https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ