તાપી

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે એક શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સોનગઢ વિસ્તારમાં એક આધેડ વયના વાસનાલોલુપે એક માસુમ બાળકીને ચોકલેટ ખવડાવવાના બહાને ઘરની પાછળ આવેલા ખેતરમાં લઇ જઈ માસુમને પીંખવાની કોશિષ કરી હતી. જોકે બાળકીની બુમાબૂમથી આખરે આધેડ ફરાર થઇ ગયો હતો. જોકે આ વાત વાયુવેગે ગામમાં ફેલાઈ જતા ગ્રામજનોમાં ભારે રોશની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ માસુમના વાલીને થતા તેણીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આ શર્મજનક ઘટના બનવા પામી છે. સોનગઢ તાલુકાના જ એક ગામમાં રહેતી ૧૧ વર્ષની બાળકી ઘરના ફળિયામાં રમી રહી હતી ત્યારે જ તેના જ ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય આધેડે માસુમ બાળાને ચોકલેટ આપવાના બહાને વાસના ભૂખ્યા વરુએ પોતાના ઘરની પાછળી ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં આ નરાધમે બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હતી અને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીએ બુમાબુમ કરતા આધેડે આ વાત ની જાણ કોઈને પણ ન કરતી નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો. જોકે બાળકીએ સઘળી હકીકત માતાને જણાવતા જાણે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જોકે આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી. બાળકીની માતાએ વાસના ભૂખ્યા વરુના કરતૂતનો પર્દાફાશ કરવા આખરે સોનગઢ પોલીસ મથકે બાલુભાઈ ઈશ્વરભાઈ ગામીત (રહે.માંડળ ફળિયું, સોનગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં  આરોપી બાલુને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે તેની સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ