તાપી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં યુવાનની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળતા પોલીસ દોડતી થઇ ગઈ છે. બનાવને પગલે પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાનની હત્યા થઇ છે કે કેમ તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.

બનાવની વિગત એવી છે કે સોનગઢ તાલુકાના પોખરણ ગામે પીપળી ફળિયામાં રહેતા શાકુભાઇ ગામીત વેલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે શાકુભાઇ કામે જવા નીકળ્યા હતા ત્યારે પોખરણ ગામની સીમમાં આવેલ પારસીની પડતર જમીનમાં એક યુવાનની લાશ નજરે પડી હતી જેથી તેઓએ તાત્કાલિક સોનગઢ પોલીસને બનાવની જાણ કરી હતી. યુવાનની લાશ મળ્યાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઉચ્છ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે હાલ તો અજાણયા ઈસમની લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી તાપસ આદરી છે. યુવાનની હત્યા થઇ છે કે કેમ તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ