અરવલ્લી

બાયડના સીપીઆઇ પંકજ દરજીનો પુત્ર તેમની સર્વિસ રિવોલ્વરથી રમતો હતો ત્યારે અચાનક તેમાથી ગોળીબાર થતાં પુત્રનું મોત થયું છે.

અરવલ્લીના મોડાસા-મેઘરજ રોડની પાર્થ ડુપ્લેક્સમાં રહેતા પંકજભાઈ દરજી જેઓ બાયડ સીપીઆઈ તરીકે ફરજ બજાવે છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તની ફરજ બજાવી ઘરે આવ્યા બાદ ગુરુવારની સવારે 7 વાગે પંકજ ભાઈનો પુત્ર ભવ્ય અભ્યાસ માટે પુસ્તકો શોધી રહ્યો હતો તે દરમિયાન મકાનના બેઠક રૂમના ટેબલના ડ્રોવરમાં મુકેલી સર્વિસ રિવોલ્વર ભવ્યના હાથે લાગી ગઈ હતી અને જાણે રમકડું સમજી રમતો હતો.

અચાનક આકસ્મિત રીતે સર્વિસ રિવલવોરનું ટ્રીગર દબી જતાં પુત્ર ભવ્યના પેટ નીચેના ભાગે બુલેટ વાગતાં તે ગવાયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે પિતા પંકજ દરજી ઊંઘી રહ્યા હતાં. ફાયરિંગનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા. જ્યાં પુત્ર ભવ્ય ગંભીર રીતે ઘાયલ જોતાં હોશ ઉડી ગયા હતા. ભવ્યને સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં ત્યાંના તબીબે ભવ્યને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યાના દ્રશ્યો સર્જાયા હતા. માતા પિતાએ એકનો એક પુત્ર અને બે બહેનોનો વ્હાલ સોયો ભાઈ ગુમાવ્યાની ઘટનાએ મોડાસામાં ચકચાર મચી છે. હાલ તો પોલીસે પુત્ર ભવ્યની મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ