મહેસાણા

સદુથલા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા ઠાકોર અરવિંદજી લક્ષ્મણજી મંગળવારે તેમના ભાઇ શૈલેષજી તેમજ મોટાબાપાના  દીકરા પ્રતાપજી ભેગા મળી ઘર આગળ ભેંસો બાંધવા માટે ઢાળિયું બનાવતા હતા. ત્યારે તેમની પાડોશમાં રહેતો ઠાકોર કિરણજી કપુરજી બાઇક લઇ પતરાં ઉપરથી પસાર થતાં પતરાં વળી જતાં અરવિંદજીએ ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાઇ ગયેલા કિરણજીએ ઘરે આવી તેની સાથે ખોડાજી હરચંદજી, ગાભાજી ખોડાજી અને કુંવરબેન કપુરજીએ છરી તેમજ ધોકા લઇ હુમલો કર્યો હતો.

જેમાં કિરણજીએ ઠાકોર શૈલેશજી લક્ષ્મણજી ને છાતીના ભાગે છરીના 3 ઘા ઝીંકતાં તેને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અરવિંદજીએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઠાકોર કિરણજી ખોડાજી, ખોડાજી હરચંદજી, ગાભાજી ખોડાજી અને  કુંવરબેન કપુરજી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ