ફેશન

નેટ બ્લાઉઝ બનાવવા માટે ઘણા ઑપ્શન છે, જેમ કે માત્ર સ્લીવ્ઝ નેટની હોય અથવા તો શોલ્ડરના ભાગમાં માત્ર નેટનો ઉપયોગ થયો હોય કે બૅકમાં નેટનો ઉપયોગ થયો હોય. સુડોળ શરીર પર તો નેટ ફૅબ્રિકની કોઈ પણ પૅટર્ન બ્લાઉઝમાં સારી જ લાગે છે અને હેવી બૉડીવાળાઓએ જો નેટના ફૅબ્રિકની કોઈ પૅટર્ન પહેરવી હોય તો બૉડીને અનુસાર સિલેક્ટ કરવી.

કેવું બનાવવું? 

જો તમારું સુડોળ શરીર હોય તો તમે આખું નેટનું બ્લાઉઝ પહેરી શકો. નેટનું બ્લાઉઝ બહુ ડેલિકેટ હોય છે. નેટના બ્લાઉઝથી ટ્રાન્સપરન્ટ લુક મેળવી શકાય. નેટના બ્લાઉઝમાં ચેસ્ટ પર સાડીના  કલરનું અથવા તો કૉન્ટ્રાસ્ટ કલરનું લાઇનિંગ આપી બ્લાઉઝ કરાવી શકાય. નેટના બ્લાઉઝમાં કૉટનનું લાઇનિંગ લેવું નહીં. નેટના બ્લાઉઝમાં મોટે ભાગે શિમર લાઇનિંગનો ઉપયોગ થાય છે અને શિમર લાઇનિંગની અંદર કૉટન લાઇનિંગનો ઉપયોગ થાય છે, જેથી બ્લાઉઝ નૉર્મલ બ્લાઉઝ કરતાં થોડું વધારે જાડું લાગે છે.

નેટની સ્લીવ્ઝ 

જે બ્લાઉઝમાં કોઠો સૉલિડ ફૅબ્રિકનો હોય છે એ બ્લાઉઝમાં નેટની સ્લીવ્ઝ સારી લાગે. નેટની સ્લીવ્ઝમાં લેન્ગ્થનું વેરીએશન આવે છે જેમ કે શૉર્ટ સ્લીવ, થ્રી-ફોર્થ અથવા તો ફુલ. શૉર્ટ સ્લીવ્ઝમાં વધારે પૅટર્ન અપાતી નથી, પરંતુ થ્રી-ફોર્થ અથવા ફુલ સ્લીવમાં આપી શકાય. જેમ કે વર્કનું ઑપ્શન તો છે જ, નેટની સ્લીવમાં શેડિંગ પણ ખૂબ સરસ લાગે છે. જો નેટની સ્લીવ્ઝ તમારે અટ્રૅક્ટિવ બનાવવી હોય તો ડાર્ક શેડમાં બનાવવી અને હાથના માપ પ્રમાણે ફિટેડ બનાવવી. નેટની સ્લીવ્ઝમાં લાઇનિંગ નથી યુઝ થતું. એથી સ્થૂળ શરીરવાળાઓએ પહેરવું નહીં.

સ્લીવ્ઝ અને કોઠો  

સ્લીવ્ઝ અને કોઠો એટલે કે સ્લીવ્ઝ અને બૉડી બન્નેમાં નેટ ફૅબ્રિકનો ઉપયોગ થયો હોય. આ પૅટર્ન સેમ-ટુ-સેમ ફૅબ્રિકમાં પણ બની શકે અથવા તો કૉન્ટ્રાસ્ટ કલરમાં પણ બની શકે. તમારી સાડી કેવી છે એના પર ડિપેન્ડ કરે છે. જેમ કે જો તમે બ્લૅક કલરનું રો-સિલ્કનું બ્લાઉઝ કરાવો છો તો ચેસ્ટની ઉપર અને નેકની નીચે નેટનો ઉપયોગ કરવો અને એમાં લાઇનિંગ ન નાખવું, જેથી ટ્રાન્સપરન્ટ લુક આવે અને સ્લીવ્ઝમાં પણ નેટનો ઉપયોગ કરવો અને એમાં લાઉનિંગ ન નાખવું. આવી રીતે નેટનો ઉપયોગ કરવાથી બ્લાઉઝ થોડું વધારે ગ્લૅમરસ લાગશે અને સાડીને એક્સ્ટ્રા લુક મળશે. 

બૅક 

સાડી-બ્લાઉઝમાં બૅકનું ડિઝાઇનિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જે સ્ત્રીઓને બોલ્ડ ડિઝાઇનિંગવાળાં બ્લાઉઝ પહેરવા ગમતાં હોય, પરંતુ અમુક કારણોસર ન પહેરી શકતી હોય તો તેઓ માટે બ્લાઉઝની બૅકમાં નેટ ઉત્તમ ઑપ્શન છે. જેમ કે ચેસ્ટના ભાગ પર સૉલિડ ફૅબ્રિક હોય અને બૅકમાં તમે ફુલ નેટ નખાવી શકો, જેનાથી ટ્રાન્સપરન્ટ લુક આવશે અને બહુ ખુલ્લું પહેર્યું છે એવું પણ નહીં લાગે. જો કંઈક વેરીએશન આપવું હોય તો બ્લાઉઝની બૅકમાં સૉલિડ ફૅબ્રિકનો ૩ ઇંચનો પટ્ટો આપી નેટના ફૅબ્રિકનો પાંચ ઇંચનો પટ્ટો આપી પાન કે યુ શેપ આપી શકાય, જેથી બે ઇંચમાંથી થોડી સ્કિન દેખાશે અથવા તો બૅકમાં ક્લોઝ નેકની પૅટર્ન કરવી અને ફુલ બ્રૉડ સ્ક્વેર શેપનું નેક આપવું અને નીચે જ્યાં બ્લાઉઝ પૂરું થાય છે ત્યાં માત્ર એક ઇંચનો પટ્ટો આપવો. સેન્ટરમાં તમે શો માટે બટન પણ મૂકી શકો. જો તમારું સુડોળ શરીર હોય અને તમે હૉલ્ટર નેક પહેરવા માગતાં હો તો ચેસ્ટથી લઈને પાછળનો ભાગ સૉલિડ ફૅબ્રિકનો આપવો અને એને કનેક્ટિંગ ફૅબ્રિક એટલે કે નેટનો ઉપયોગ ચેસ્ટથી લઈને નેક સુધી કરવો. જ્યાં નેકલાઇન આવે છે ત્યાં તમે સિલ્વર કે ગોલ્ડન પાતળી એમ્બ્રૉઇડરી કરાવી શકો, જેના લીધે તમે નેકમાં કોઈ પાતળો નેકલેસ પહેયોર્ છે એવો લુક આવશે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ