સાબરકાંઠા

શનિવારે બપોરે બે એક વાગ્યાના સુમારે રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ તરફ જતી ડેઇલી સર્વિસ લક્ઝરી બસ ના ચાલકે નેશનલ હાઇવે નં- 8 ઉપર ગાંભોઇ રાયગઢ વચ્ચે સરવણા ઓવરબ્રીજ ઉપર અચાનક કાબૂ ગૂમાવતાં લક્ઝરી બસ ઓવરબ્રીજની રેલીંગ તોડીને 20 ફૂટ નીચે બીજી લેન ઉપર પડી હતી. ડુંગરપુરથી નીકળેલી લકઝરી બસમાં અંદાજે પચાસેક મુસાફરો બેઠા હતા.

લકઝરી બસ પલટી ખાઇ જતાં તમામ મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે મુસાફરો હોશ હવાસ ખોઇ બેઠા હતા અને રીતસરના હેબતાઇ ગયા હતા અને રોક્કળ મચી હતી. બસ પલટી ખાવાનો અવાજ સાંભળી આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. જ્યાં ઘટના સ્થળે જ 2 ઇસમોનું મોત થયું હતું જ્યારે અન્ય 32 મુસાફરોને 108ની મદદથી ગાંભોઇ સામૂહીક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ