પોરબંદર

પોરબંદરના દરિયા કિનારે શનિવારે મધરાત્રે સેન્ટ્રલ ઇનપુટ આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, પોરબંદર પોલીસ, આઇસીજી, નેવી સહિતની એજન્સીઓ વોચમાં હતી. દરમિયાનમાં દરિયામાં અન્ય જહાજની રાહ જોઇ રહેલું એમ વી હેન્રી નામની ટગ બોટને ચારે તરફથી ગેરી લેવામાં આવી હતી. તેના પર તમામ ટીમોએ જઇને ક્રુ મેમ્બરને પકડી અટકાયત કરી બોટની તલાશી લેતા તેમાંથી ૧૫૦૦ કિલો જેટલુ હેરોઇન મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. બોટ પરથી આશરે ૩૫૦૦ કરોડનુ ૧૫૦૦ કિલો હેરોઇન કબ્જે કરવામાં આવ્યુ હતુ. એટીએસના એસપી હિમાંશુ શુકાલાએ જણાવ્યુહતુ કે, સેન્ટ્રલથી ઇનપુટ મળતા ડીવાયએસપી કે.કે.પટેલ સહિતની ટીમ પોરબંધરમાં ધામા નાખ્યા હતા.

એટીએસના અધિકારીઓ સહિત એજન્સીઓએ બોટમાંથી પકડાયેલા શખસોની પુછપરછ કરતા અનેક ચોકાવનારી વિગોત ખુલવા પામી છે. પ્રાથમીક તપાસમાં મહત્વની વાત બહાર આવી હતી કે, બોટ દુબઇથી વાયા પાકિસ્તાન થઇ આવ્યુ હોવાથી અને આંતરાષ્ટ્રીય લેવલનુ હેરોઇન હોવાથી અન્ડરવલ્ડનુ કનેક્શન હોવાની વાતને નકારી શકાય તેમ નથી. કંઇ બોટને આ હેરોઇનની ડિલીવરી લેવા આવવાની હતી અને તે ક્યા જવાનુ હતુ તેની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

ગઈકાલે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 4200 કરોડ ની કિમંત નો ડ્રગસ નો જથ્થો ઝડપી પાડ્યો...

8 આરોપી સાથે બે સેટેલાઇટ ફોન અને ટગ બોટ પણ ઝડપી પાડી..

ટગ બોટ ઈરાન ની હોવાનું ખુલ્યું...

તમામ શખ્સ ભરતીય યુવાનો હોવાનો પણ ખુલાસો....

બોટમાં સવાર 8 લોકોને આવતીકાલે પોરબંદર કોર્ટમાં રજૂ કરાઈ તેવી શકયતા....

તમામને રિમાન્ડ ની માંગણી સાથે કરશે કોર્ટમા રાજુકરાય તેવી શકયતા....

તમામ લોકો પાસેથી પાકિસ્તાન નું શુ છે કનેક્શન તેની પણ પૂછ પરછ જારી....

દિલ્હી થી પોરબંદર સુધીની સુરક્ષા એજન્સીઓ પોરબંદરમાં.

આ બોટના કૃમેમ્બર વધુ ખુલાસા કરીયાની ચર્ચા...

અગાવ પણ નાના મોટા કેટલા કંસાઈટમેન્ટ આવ્યા ની પણ વાત...

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ