મહેસાણા

ઉત્તર ગુજરાત પાસના આગેવાન પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. અજાણ્યા શખ્સોએ બંન્ને પાટીદાર પર લાકડી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત ત્રણ પાટીદારોને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ વાતની જાણ થતાં મહેસાણા અને આસપાસના પાટીદારો હોસ્પિટલ દોડી આવ્યા હતાં.

કેતન કસ્ટોડિયલ ડેથ મામલે બલોલ ગામે પાટીદારો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ઘણાં પાટીદારો હાજર રહ્યા હતા. જોકે, મીટિંગ પૂર્ણ થતાં પાટીદારો ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન મહેસાણાની નગર ચોકડી પાસે અજાણ્યા શખ્સો ત્રણથી ચાર ગાડીઓ લઈને આવ્યા હતા જ્યાં ઉત્તર ગુજરાત પાસ આગેવાન સતીશ પટેલ અને સુરેશ પટેલ સહિત ત્રણ લોકો પર લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોએ બૂમાબૂમ કરી હતી જોકે અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતાં.

અજાણ્યા શખ્સોએ પાટીદારો પર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. આ અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ વાતની જાણ થતાં જ પોટીદારોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ