વડોદરા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામમાં આવેલા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ ભરૂચ જિલ્લાના અામોદ નગરના સરદાર શોપીંગ ખાતે રકતદાન શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઇ રકતદાન શિબિરને સફળ બનાવી માનવતાના દિપને પ્રજવલ્લિત કર્યો હતો. 

રકતદાન શિબિરમાં ઉપસ્થિત કલ્લા શરીફના હજરત સૈયદ વહિદઅલી બાવા સાહેબે રકતદાનનું મુલ્ય શું છે અને તે કેટલી મહત્વતા ધરાવે છે એ વિશે હાજરજનોને ખુબ જ રસપ્રદ માહિતી અાપી વધુમાં વધુ લોકો રકતદાન શિબિરોમાં ભાગ લઇ નેક કાર્યમાં સહભાગી બને એ માટે ખાસ અનુરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રકતદાન શિબિરમા અંદાજિત 400 જેટલા લોકોએ રકતદાન કર્યુ  હતું. 

કલ્લા શરીફ ખાતે ચાલતા એ પી જે સેન્ટર વિશે નિવૃત જજ દોલતખાન મલિક સાહેબે રસપ્રદ માહિતી અાપતા જણાવ્યું હતું કે સમાજમાં ચાલતા અાંતરિક ઝઘડાઓના સુખદ નિરાકરણ માટે કલ્લા શરીફ  ખાતે ચાલતા એ પી જે સેન્ટરમાં ભાગ લઇ નિ:શુલ્ક સલાહ સુચનો તેમજ નામાંકિત નિવૃત ન્યાયાધીશો દ્વારા બંને પક્ષોના લોકોને સાંભળી સ્થળ પર જ કેસોના સુખદ નિકાલ લાવવાના એક ભગીરથ કાર્યમાં સહકાર અાપવા અનુરોધ કર્યો હતો.

રકતદાન શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત યુનુસ અમદાવાદીએ ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યોની સરાહના કરી હતી.  અા પ્રસંગે બચુ શેઠ, મહેન્દ્ર દેસાઇ, સંજય સોલંકી, કિર્તિરાજ ગોહિલ, શાજીદ રાણા તેમજ ઇરફાન પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબે દુઅા ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. અામોદ નગરના કોંગ્રેસ અગ્રણી મહેબુબ કાકુજીએ ખુબ સારી જહેમત ઉઠાવી રકતદાન શિબિર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તસવીર : યાકુબ લાંગીયા. પાલેજ