વડોદરા

વડોદરા: રાજ્યમાં દારૂબંધી ક્યાં લાગુ પડી છે, તે તો દેખાતી નથી, પરંતુ દારૂબંધીનો કડક અમલ કરાવતી પોલીસ ખુદ જ ખુલ્લેઆમ દારૂ પીને રસ્તા પર ફરતી નજરે પડી છે. સયાજી હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં પંચમહાલની પોલીસ એક આરોપીને સારવાર માટે લાવી હતી. આરોપીને લઈને આવેલ એક પોલીસ કર્મી હોસ્પિટલના વોર્ડમાં દારૂ પી રસ્તા પર લથડ્યા ખાતો કેમેરામાં કેદ થયો છે.

રાજ્ય ભરની પોલીસ અને સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઠેર ઠેર રાજ્ય ભરમાંથી દારૂનો જથ્થો ઝડપી રહી છે. ત્યારે કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી સખ્ત અમલ થવા લાગ્યો છે, પરંતુ આ વીડિયો જોયા બાદ તમે કહેશો કે દારૂબંધી છે ? જો પોલીસ જ કાયદાનું ઉલ્લઘન કરે તો રાજ્યમાં દારૂબંધીનો કેવી રીતે અમલ.

શહેરની સયાજી હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં આજે સવારે પંચમહાલ પોલીસ એક ઓરપીને સારવાર માટે લાવી હતી. જ્યાં પંચમહાલના પોલીસ કર્મી ગણવા આનંદસિંહ હીરાભાઇ હોસ્પિટલના પ્રિઝજનર વોર્ડમાં દારૂ પી રહ્યા હતા. જોકે આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થતાની સાથે જ તેઓ રસ્તા પર લથડ્યાં ખાઇ ચાલવા માંડ્યા હતા. આ પોલીસ કર્મી પાસેની એક પ્લાસટીક બેગમાં કીંગ વિસ્કીની બોટલ પણ મળી આવી હતી, જે તમે વીડિયોમાં જોઇ શકો છો.

રીપોર્ટ:- પૃથ્વીરાજસિંહ જાડેજા 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ