નવસારી

નવસારી જીલ્લા ના ચીખલી ગ્રામ પંચાયતના માજી મહિલા સરપંચ ના પતિદેવ સહિત ત્રણ લોકો દમણ થી પરત ફરતા હતા ત્યારે પારડી પોલીસે રૂપિયા ૯૦૦૦ ના દારુ સાથે પકડી લેતા અનેક ભાજપી અગ્રણી ઓ પકડયેલા ને છોડાવવા માટે એડી ચોટી નું જોર લગાવ્યું હતું પરંતુ તેઓ વિફળ રહ્યા હતા 

નવસારી જીલ્લા ના ચીખલી ગ્રામ પંચાયત ના માજી મહિલા સરપંચ ના પતિદેવ નૈનેસ રસિક કશ્યથ તેમની સાથે કિશોર ભગા પટેલ ,અને નીતેશ રમેશ પટેલ એમ ત્રણ જણા દમણ ની મોજ માણી પોતાની સેન્ટ્રો કાર માં દારુ લઇ ને પરત થઇ રહ્યા હતા ત્યારે એસ ઓ જી દ્વારા બગવાડા ટોલનાકા પર ચેકિંગ દરમ્યાન તેઓ તેમની કાર માં સાથે લઇ આવેલા રૂપિયા ૯૦૦૦ નો દારુ નો જથ્થો મળી આવતા ત્રણે ની પારડી પોલીસે ધરપકડ કરી હતી નૈનેશ ભાજપ સાથે જોડાયેલ હોય નવસારી જીલ્લા ભાજપ ના અગ્રણી ઓ તેને છોડાવવા માટે એડી ચોટી નું જોર લગાવ્યું હતું પરંતુ તેમનો કોઈ પણ રીતે મેળ નહિ પડતા આખરે વિલા મોઢે પરત થવું પડ્યું હતું વળી આ દારૂ તેઓ તેમના દીકરા ના આવી રહેલા જન્મ દિવસ ની ઉજવણી  માટે લઇ જતા હોવાની કેફિયત વર્ણવી હતી 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ