વડોદરા

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નવાબજારમાં મંગળવારના રોજ કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપાની સરકારને અાડે હાથે લીધી હતી અને અાકરા પ્રહાર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ભાજપના શાસનમાં સમાજના દરેક વર્ગના લોકો દુખી છે એ વિશે ભાજપાને જવાબદાર ગણાવી હતી. 

ત્યારબાદ મુખ્ય વજતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 2001 માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે ગુજરાતનું દેવું 6000 કરોડ હતું અાજે ગુજરાતનું દેવું વધીને બે લાખ કરોડ થઇ ગયું છે. અા દેવાનો ફાયદો કોને થયો ? વેપારીઓને થયો ? મજુર વર્ગને થયો ? કોને થયો ? નોટબંધી, જી એસ ટી એ વેપારીઓને પુરા કરી નાંખ્યા છે. એક જ ધંધો સારો ચાલ્યો અમીત શાહના પુત્રનો ધંધો બેંકમાં 50,000 રૂપિયા હતા. 2014 માં મોદીની સરકાર અાવે છે અને જાદુથી મહિનાઓમાં અમીત શાહનો પુત્ર 80 કરોડમાં ફેરવી નાંખે છે. 

મોદી પ્રધાનમંત્રી બનતા પહેલા બોલ્યા હતા કે હું પ્રધાનમંત્રી નથી બનવા માંગતો હું તો દેશનો ચોકીદાર બનવા માંગુ છું. ચોકીદારની સામે જ ચોરી થઇ છે. ચોકીદારના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. પ્રશ્ન એ થાય છે કે ચોકીદાર છે કે ભાગીદાર છે. ? પહેલા કહેતા હતા કે બેટી બચાવો હવે કહે છે કે અમીત શાહના પુત્રને બચાવો. ગુજરાતમાં ભાજપા 22 વર્ષોથી શાસન કરી  રહ્યું છે. શિક્ષણનું ખાનગીકરણ, હોસ્પિટલોનું ખાનગીકરણ કરી નાંખ્યું છે. ગરીબ માનવી હોસ્પિટલ નથી જઇ શકતા. 

મોદી કહે છે કે  હું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડાઇ લડી રહ્યો છું. તો પછી કાળુ નાંણુ જે સ્વિસ બેંકોમાં છે તે પરત કેમ નથી અાવતું ? જી એસ ટી તથા નોટબંધીએ જી ડી પી ને નષ્ટ કરી નાખ્યું છે. જો કોંગ્રેસ સત્તામાં અાવશે તો સમાજના દરેક વર્ગની સરકાર હશે. કોંગ્રેસ પોતાના મનની વાત નહીં પરંતુ અમે પ્રજાના મનની વાત સાંભળશે અા કોંગ્રેસની પ્રણાલી છે. પ્રધાનમંત્રી શું કરી રહ્યા છે. ? વિકાસ ગાંડો થયો છે. કોંગ્રેસ અાવે છે કોંગ્રેસ ગરીબોની મદદ કરે છે. ધોમધખતા તાપમાં પણ યુવા નેતા રાહુલ ગાંધીને સાંભળવા હજારોની જનમેદની ઉમટી પડતા કરજણ નગર જાણે કે કોંગ્રેસમય બની ગયું હતું.

        (યાકુબ પટેલ.પ‍ાલેજ)

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ