મહેસાણા

પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે ગણતરીના કલાકોમાં જ ભાજપમાં જોડાણ કર્યા બાદ મોટો ઘટસ્ફોટ કર્યો છે. વરૂણ પટેલે એક કરોડ રૂપિયામાં મારો સોદૌ કર્યો તેવો ખુલાસો કર્યો છે. વરૂણ પટેલે મને ટોકન પેટે 10 લાખ રૂપિયા આપ્યા છે. વરૂણ પટેલ મને જીતુ વાધાણીના ઘરે લઇ ગયો હતો. અને કમલમ ખાતે મને લઇ જઇ 1 કરોડ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મને 10 લાખ રૂપિયા કેશ આપ્યા હતા. અને બાકીના 90 લાખ પછી આપવાની વાત કરવામાં આવી હતી. વધુમાં નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, બળજબરી પૂર્વક મને ભાજપમાં જોડવામાં આવ્યો હતો. 23 તારીખે 5 હજાર પાટીદારો એકઠા થઇને આ ભાજપ દ્વારા આપવામાં આવેલા 10 લાખ રૂપિયા મહેસાણા પ્રદેશના શહિદોને અર્પણ કરવાની વાત પણ કરી છે. અને વકીલની સહાય લઇને વરૂણ પટેલ પર કાયદાકીય કાર્યવાહી કરીશ.

મહત્વનું છે કે નરેન્દ્ર પટેલે રેશમા અને વરૂણ પટેલ સાથે ભાજપમાં જોડણ કર્યું હતું. રવિવારે મોડી રાત્રે નરેન્દ્ર પટેલ દ્વારા ભાજપ પર પ્રહારો કરીને ફરીથી પાસમાં જોડણ કર્યું છે, મોડી રાત્રે થયેલા આરોપના કારણે રાજકારણ ગરમાયું છે. નરેન્દ્ર પટેલ આક્ષેપ કર્યો કે, ભાજપ પાટીદારોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. અને જો પાટીદાર સમાજ કહેશે તો જ ચૂંટણી લડીશ તેવી પણ વાત કરી હતી. વરૂણ પટેલ અને રેશમા પટેલને પણ 5થી7 કરોડ રૂપિયા ભાજપ સરકારે ખરીદ્યા છે તેવા આક્ષેપો કર્યા છે.

પાસના નેતાઓની પૈસા તથા રાજકીય દબાણ દ્વારા ખરીદી કરતી ભારતીય જનતા પાર્ટીનો અસલી ચેહરો દેશની પ્રજા સમક્ષ ખુલ્લો પડ્યો છે. ગુજરાત તથા દેશની રાજનીતિ માટે શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી દેશભરમાં ભાજપનો અસલી ચેહરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડશે. કાળા નાણાં અને રાજકીય દબાણના ઉપયોગથી લોકોને ભાજપમાં જોડી રાજનીતિને ભ્રષ્ટ કરનાર ભાજપને ગુજરાતની જનતા માફ નહી કરે. ગંભીર આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જીતુ વાઘાણી , વરુણ પટેલ તથા ભાજપના અન્ય આગેવાનો પર તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ