આણંદ

ખંભાત ધર્મજ  રોડ પર વિરસદ પાસે ઓએનજીસી ની જીપ અને બાઈક સવાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્ર અને દીકરી ગંભીર રીતે ઘવાયા હતા જેમાં પિતાનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે જ્યારે લોહીલુહાણ હાલતમાં દીકરા દીકરીને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ખંભાત ધર્મજ રોડ ઉપર વૃક્ષોને કારણે અને આ રોડ અત્યંત સાંકડો હોઈ અકસ્માત ઝોન બન્યો છે ત્યારે ગ ઈ કાલે સાંજના 5.30 કલાકે વિરસદ બમણવા વચ્ચે કેનાલ પાસે સામાજિક કામ પૂર્ણ કરી વત્રા થી ઘરે વિશ્રામપુર પરત ફરતા બાઈક સવાર બાઈક ન.GJ 23 K 6126 મનુભાઈ સોમાભાઈ ઠાકોર સામેથી આવતી ઓનજીસી નીજીપ ન.GJ 02 XX 5409 સાથે ધડાકાભેર અથડાતા મનુભાઈ ઠાકોર નું ઘટના સ્થળે નિધન થયું છે જ્યારે બાઈક પાછળ બેઠેલ પુત્ર અને પુત્રી ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. રિપોર્ટર : ભાવેશભાઇ આંજણા પટેલ (પપ્પુભાઇ પફવાળા) તારાપુર

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ