ભાવનગર

આજ રોજ બુધેલ ગામે પોલીસની 10 ગાડીઓ સાથે પોલીસ નો કાફલો આવી ચડ્યો હતો..એ કાફલાએ જીતુવાઘણી એ ગામ પ્રવેશ કરવો નહીં એના જે બેનર હતા તે બેનરો DYSP. ઠાકર સાહેબ તથા પોલીસનો મોટો મસ્ક કાફલો બેનર ઉતારતા ગ્રામજનો એકઠા થઇ વિરોધ દર્શાવી બેનર ના ઉતરવા માટે રોષ વ્યકત કરેલો..ત્યારે ગ્રામ લોકો સમય જતાં બહોળી સંખ્યામાં ભેગા થતા ઉગ્ર વિરોધનું રૂપ ધારણ થયું અને જીતુ વાઘાણી વિરોધના સુત્રોચાર કરેલા...ત્યારે ગ્રામજનોએ ઝોનલ ચૂંટણી અધિકારીને કહેલ કે આ બેનરો માં કોઈ પક્ષનું ચિન્હ તથા પક્ષનું નામ નથી માત્ર ને જીતુ વાઘણીનો વિરોધ છે જેથી આમાં કોઈ આચાર સહિતા નો ભંગ થતો નથી એવી રજુઆત કરતા ચૂંટણી અધિકારીએ સત્ય હકીકતનો ખ્યાલ આવતા પંચ રોજકામ કરવામાં આવેલ અને એ પંચ રોજકામમાં ઉલ્લેખ કારવામાં આવ્યો કે આવા બેનરમાં પક્ષ વિરોધી કે પક્ષ ચિન્હોનો ઉલ્લેખ નથી જેથી આચાર સહિતનો ભંગ થતો નથી..તેવું પંચ રોજકામ કરવામાં આવેલ...જેની જાણ DYSP ઠાકર સાહેબને થતા તે રોષે ભરાય અને ગ્રામજનોને ધમકીઓ આપીને તે પંચ રોજ કામ છીનવીને લઈ ગયેલ અને ગ્રામજનોને ધાક ધમકી આપતા કહ્યું કે આપ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે...તો જીતુવાઘણી ના ઈશારે ગ્રામજનોને ધમકીઓ આપી બેનરો તથા પંચ રોજકામ જુટવીને લઈ જતા ગ્રામજનો માં ખૂબ રોષ ફાટી નીકળેલ.. તો આ લોકશાહીમાં સીધો પોલીસ તંત્ર અને કાયદાનો ગેર ઉપયોગ કરી ગ્રામજનોને ધમકીઓ આપવામાં આવેલ છે..આ બાબતે ન્યાયિક તપાસ થાય એવી ગ્રામજનોની માંગણીઓ ઉભી થઇ છે..

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ