ગાંધીનગર

નરેન્દ્ર મોદીને ખબર હતી કે ગુજરાતમાં હિન્દુત્વના જે સફળ પ્રયોગ થયા તેનો ફાયદો તેમને દેશમાં થવાનો હતો, પણ માત્ર હિન્દુત્વના સહારે અન્ય રાક્યો કબજે થાય તેમ નથી. ઉત્તર પ્રદેશ, કેરળ અને બિહાર જેવા રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યા વિશેષ છે તેના કારણે હિન્દુત્વ પ્રત્યે નરમ વલણ રાખવુ પડશે અને નરેન્દ્ર મોદી-અમિત શાહ મુસ્લિમ સાથે સંબંધ સ્થાપિત કરવાની શરૂઆત કરી. ભાજપ સત્તા ઉપર હોય ત્યારે આખો દેશ કેસરીયો થઈ જશે તેવા ભ્રમમાં જીવતા હિન્દુઓ ખાસ કરી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનો ભ્રમ તુટવા લાગ્યો. ભાજપને હિન્દુત્વ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી તેવો વ્યવહાર કરવાની શરૂઆત થઇ. ગુજરાતના એક વિધાનસભામાં વિસ્તારમાં કસાઇઓની મોટી વસાહત છે, જે ગૌવંશની હત્યા પણ કરે છે તેવો સ્થાનિક લોકો અને પોલીસનો આરોપ હતો, પણ 2012ની ચૂંટણીમાં સ્થાનિક પોલીસ સુપ્રીટેન્ડન્ટ ગાંધીનગર બોલાવી સુચના  આપવામાં આવી કે હવે એક પણ કસાઈ ઉપર પોલીસ કેસ અને પાસા થશે નહીં.

અટલબિહારી બાજપાઈની સરકાર હતી ત્યારે ભાજપ પાસે બહાનુ હતુ કે સંપુર્ણ બહુમતી નથી માટે રામ મંદિર બનાવવુ શક્ય નથી. પ્રજાએ ભાજપ ઉપર ભરોસો મુક્યો અને અપેક્ષા કરતા વધુ બેઠકો આપી, પણ ભાજપને હવે રામ મંદિરનું નામ સાંભળતા સાપ સુંઘી ગયો હોય તેમ ચુપ થઈ જાય છે. રામની વાત કરતા સંઘ અને પરિષદ હવે નરેન્દ્ર મોદીની દુશ્મન લાગે છે. 1987માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ આવી ત્યારે અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી બનાવવાનો ઠરાવ કરી કેન્દ્રને મોકલી આપ્યો હતો. હવે તો ગુજરાત અને કેન્દ્રમાં ભાજપ સરકાર છે તો પણ સાવ નાનકડુ કામ કર્ણાવતી કરવાની ત્રેવડ અને દાનત બંન્ને ભાજપમાં નથી. દેશમાં 50 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ માટે મુસ્લિમ વોટ બેન્ક હતી છતાં મુસ્લિમની જીંદગીમાં કોઈ સુધાર થયો નહીં. હવે ભાજપ પણ હિન્દુઓ સાથે કોંગ્રેસની જ રમત રમી રહી છે. ગુજરાતના ચૂંટણીમાં પ્રચારમાં ભાજપ ઉત્તર પ્રદેશ અને બિહારથી મૌલવીઓ બોલાવે તેના કરતા વધુ કમનસીબી ભાજપના હિન્દુત્વ ઉપર ભરોસો કરનાર માટે શુ હોઈ શકે.

જ્યારે સતત મુસ્લિમ ટોપીઓ વચ્ચે ઘેરાઈ રહેતા કોંગ્રેસના નેતાઓને મોડે મોડે ખબર પડી કે જે દેશમાં બહુમતી હિન્દુઓ રહેતા હોય ત્યારે, તેમની લાગણી અને વ્યથાને સમજવી પડશે. જેમા  પહેલુ પરિવર્તન ગુજરાતની ચુંટણીમાં જેવા મળ્યુ છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રસના નેતાઓની સભા અને રેલીમાં દેખાતી મુસ્લિમોની હાજરીમાં ઘટાડો થયો છે. રાહુલ ગાંધી પોતાની તમામ મુલાકાત વખતે એક નવા મંદિરમાં દર્શન કરે છે. ભાજપ રાહુલના આ નવા સ્વરૂપન જોઈ ડઘાઈ ગયુ છે. હિન્દુત્વ અને મંદિરને પોતાનો જ ઠેકો માનતા ભાજપના હિન્દુત્વના ઠેકેદારમાં ફફડાટ ફેલાયો છે. જો કોંગ્રેસ હિન્દુત્વની વાત કરે તો સંઘ અને પરિષદને પણ કોંગ્રેસ સાથે બેસવામાં વાંધો નથી. માત્ર મંદિરમાં જવુ તે જ હિન્દુત્વ નથી. વર્ષો સુધી કોંગ્રેસ જેનાથી દુર રહી તેની નજીક પહોંચવાની શરૂઆત ગુજરાતથી થઇ છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ