ગાંધીનગર

દેશ-દુનિયામાં ભાજપે જેને મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કરેલુ છે તે ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ. ભાજપ 150 પ્લસના લક્ષ્યથી 51 બેઠક દૂર રહ્યો પરંતુ સતત છઠ્ઠી વાર સરકાર બનાવશે. ગુજરાતમાં મળેલી જીતને ભાજપ 2019ની લોકસભાની ચૂંટણી જીતવાના મિશનનું ચાલક બળ બનાવશે. તેમજ ઓછી થયેલી બેઠકોથી ઘસાયેલી પ્રતિષ્ઠાને પુન:સ્થાપિત કરવા માટે જરૂરી ફેરફારો આગામી દિવસોમાં કરશે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર રહેલી છે.

આ એવરેજ પ્રદર્શન બાદ રૂપાણીની ખુરશી પર સવાલ ઉઠી શકે છે. રાજનીતિક વિશ્લેષકો મુજબ સીટોની સંખ્યા ઓછી થવાના કારણે વિજય રૂપાણી માટે મુશ્કેલી વધી શકે છે. અને તેમની જગ્યાએ સીએમ પદ માટે કોઈ નવો ચહેરો લાવવાની માંગણી જોર પકડી શકે છે.

આમ પણ નરેન્દ્ર મોદીના પીએમ રૂપમાં કેન્દ્રમાં ગયા બાદથી રાજ્યમાં બીજેપીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ગયો છે. મોદીના કેન્દ્રમાં પહોંચ્યા બાદ આનંદી બેન પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. આનંદી બેનના કાર્યકાળ દરમિયાન પાટીદાર આંદોલને જોર પકડયું હતું અને આંદોલનને શરૂઆતમાં નિયંત્રિત ના કરી શકવાના કારણે સીએમની કાર્યક્ષમતા પર સવાલો ઉઠ્યા હતા. બાદમાં વિજય રૂપાણી આવ્યાપરંતુ તે પણ અપેક્ષાઓ પર ખરા ના ઉતર્યા.

પાટીદાર સમાજની નારાજગી, દલિત સમાજ પર હિંસાની ઘટનાઓ અને એન્ટી ઈન્કમબેન્સી ફેક્ટરે બીજેપી માટે આ વખતની ચૂંટણીમાં મુશ્કેલીઓ વધારી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના કારણે આ ચૂંટણી પાર્ટી માટે ખૂબ જ પ્રતિષ્ઠાપૂર્ણ હતી.

 

જીત માટે પાર્ટીએ સમગ્ર તાકાત આપવી પડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત નક્કી કરવા માટે સભા પર સભા યોજવી પડી. આટલું જ નહીં કેન્દ્રિય કેબિનેટના કદાવર મંત્રી પર આ દરમિયાન ગુજરાતમાં પહોંચી ગયા. રાજનીતિક સૂત્રો અનુસાર, ગુજરાતની ચૂંટણી જીત્યા બાદ ડેમેજ કંટ્રોલ માટે કોઈ પાટીદારને રાજ્યની બાગડોળ સોંપી શકાય છે.

પાટીદાર સમાજનો ફરીથી ભરોસો જીતવા માટે આવું કરવામાં આવી શકે છે. તેમાં પ્રમુખ નામ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું છે જે પાટીદાર સમાજના હોવાની સાથે સાથે અનુભવી પણ છે. સૌરાષ્ટ્રના અમરેલીમાંથી આવનારા રૂપાલા ગુજરાતના મંત્રી રહી ચૂક્યા છે અને આ સમયે રાજ્યસભાના સાંસદ છે. રૂપાલા ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશ્વાસ પણ તેમના પર છે. રૂપાલા ઉપરાંત ઉપમુખ્યમંત્રી નિતિન પટેલને પણ સીએમના દાવેદારોના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ