બનાસકાંઠા

વડગામ સીટ પરથી વિજેતા બનેલા દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામ તાલુકાના ગામોની પ્રચાર દરમિયાન મુલાકાતો લીધી હતી. જેમાં કેટલાક ગામોમાં રસ્તાની સમસ્યા જોઇ હતી. જેમાં વડગામ તાલુકાના નવા શેરપુરા, હજુરપુરા(ઇકબાલપુરા) અશોકગઢ, કરસનપુરા, વરણાવાડા, હસનપુરા, નવા પાંડવા અને કાલેડા ગામોનો સમાવેશ થાય છે.

આ રસ્તાની સમસ્યાનું તાકીદે નિવારણ આવે તે માટે મંગળવારે જીગ્નેશ મેવાણીએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દીધુ હતું. મેવાણીએ જણાવ્યું હતું કે, મારે રસ્તા માટે રસ્તા પર ન ઉતરવુ પડે તેમ ગંભીરતા લઇને 45 દિવસમાં આ ગામોમાં માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવે તેમ જણાવી જો 45 દિવસમાં કામ નહી કરાય તો આદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ સમયસર ઘટતી કાર્યવાહી કરવાની મૌખિક ખાતરી આપી હતી.જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવા જીગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. અને તમામે જિલ્લા કલેકટરની ચેમ્બરમાં જવા અથવા કલેકટરને નીચે બોલાવવા જીદ કરતા મામલો થોડીક ક્ષણો માટે તંગ બન્યો હતો. દસ જણને પ્રવેશ આપવાની વાતથી કેટલાક કાર્યકરો નારાજ થયા હતા.

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રસ્તાની જે સમસ્યાઓ છે તેમા નવા વાસથી હજુરપુરાથી દરખાસ્ત રાજ્ય સરકારના મોકલેલ છે. જ્યારે જુની સેંધણીથી અશોકગઢની દરખાસ્ત મંજુર થયા બાદ હાલ રસ્તાની કામગીરી ટેન્ડરીંગ પ્રક્રિયામાં છે.કેટલાક ગામોમાં આતંરીક રસ્તાની માંગ છે. જે અંગે અહેવાલ મંગાવાયો છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ