ભાવનગર

કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાતભર કામ કરવા મજબૂર બનાવતું વીજતંત્ર

અનેક પડકારો અને મુશ્કેલીઓ પછી જે કાંઈ પણ પાક ઉછરે તેનો પૂરતો ભાવ મળશે જ તે પણ નિશ્ચિત નહીં, ખેતીપ્રધાન દેશનો ખેડૂત હાંસિયામાં ધકેલાયો હોવાનો રોષ

 જગતાત તરીકે ઓળખાતો ખેડૂત આજે જુદી જુદી મુશ્કેલીઓ અને પડકારોથી ત્રસ્ત બન્યો છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂત હાંસિયામાં ધકેલાતો જાય છે. તેવો રોષ વ્યકત થઈ રહ્યો છે. હાલ શિયાળાના દિવસોમાં પણ ખેતીવાડીમાં રાત્રીના સમયે વીજ પુરવઠો અપાઈ રહ્યો છે ત્યારે આમાં ખેડૂતનું હિત ક્યાં..?! તેવા સવાલ ઉઠ્યા છે.p

ખેડૂતોની મોલાત પર હમેંશા નીલગાયનું જોખમ રહ્યું છે. મોંઘાભાવનું બિયારણ વાવી ખેડૂત રાત ઉજાગરા કરી માંડ પાક ઉજેરે છે જેમાં સહેજ પણ બેધ્યાન રહે તો નીલગાયનું ટોળું ઘુસી આવી પાક રફેદફે કરી નાખે છે આ અધૂરું હતું તેમ હવે છેલ્લા કેટલાક વર્ષોથી ભૂંડનો ત્રાસ ભારે શરૂ થયો છે. વાડીની તાર ફેન્સીંગ અને જાળીની સુરક્ષાને પણ નાકામ બનાવી દઈ જમીનમાં સુરંગ જેમ ખાડા ગાળી ભૂંડ વાડીમાં ઘુસી જાય છે અને ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દઈ તબાહ કરી દે છે.

  ભારતીય કિસાન સંઘના ભાવનગર તાલુકાના હોદ્દેદાર અને યુવા ખેડૂત -ભંડારિયાના લાલજીભાઇ ઇટાલિયાએ આ અંગે જણાવ્યું કે આજના સમયમાં ખેતીવાડીક્ષેત્રે આધુનિક સંશોધનો સાથે સરકારી અનેક યોજના પણ છે પરંતુ એ પછી પણ ખેતી ક્ષેત્રે અનેક પડકારો અને મુશ્કેલીઓ યથાવત છે. મોંઘા ખાતર બિયારણ, નીલગાય અને ભૂંડ સહિતના પશુઓનો ત્રાસ, વિજતંત્ર દ્વારા રાત્રે વીજ પુરવઠો અપાતા અંધકારમાં પાણી વાળવાની કામગીરી જીવના જોખમે  કરવી પડે છે આવા અનેક પડકારો બાદ જે કાંઈ પાક ઉછરે છે તેના પુરતા ભાવ મળશે જ તે નિશ્ચિત નથી.આમ, ખેતીવાડી ક્ષેત્રે અનેક પડકારો અને ખેડૂતને પડતી મુશ્કેલીઓ જ સૂચવે છે કે ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો હાંસિયામાં ધકેલાયા છે!

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ