ગાંધીનગર

 

આજે રાજ્યમાં શપથવિધિ સમારોહ થવા જઈ રહ્યો છે. સવારના મૂર્હુતમાં શપથવિધિ સમારોહ યોજાશે. આજે રાજકોટમાં બહુમતીથી જીતેલા વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ લેતા પહેલા રૂપાણી ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ અને અક્ષરધામ મંદિરના દર્શને જશે. મહેસાણાથી જીતેલા પાટીદાર નેતા નીતિન પટેલ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

છેલ્લા ઘણા દિવસથી શપથવિધિ સમારોહની તૈયારીઓ સરદાર સ્ટેડિયમમાં ચાલી રહી હતી. આજે શપથવિધિ સમારોહ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થશે. રેન્જ IG, SP સહિત 3000 પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે શપથવિધિ સમારોહ આરંભ થશે.

રૂપાણી સરકારમાં 19 મંત્રીઓને સ્થાન મળશે. જેમાંથી 9 કેબિનેટ મંત્રીઓ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓ રહેશે.ટીમ રૂપાણીમાં 6 પાટીદાર નેતાઓને, 3 ક્ષત્રિય, 2 આદિવાસી અને 1 દલિત ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ મંત્રીમંડળમાં અમદાવાદના 3 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે.

રૂપાણીના મંત્રીમંડળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નારણપુરાના કૌશિક પટેલ, વટવાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, દિલીપ ઠાકોર, જેતપુરના જયેશ રાદડિયા, પરસોત્તમ સોલંકી, અંજારના ધારાસભ્ય વાસણ આહિર, સુરતના કુમાર કાનાણી, ભાવનગરના વિભાવરીબેન દવેને મંત્રી પદમાં સમાવાશે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ