જુનાગઢ

વંથલી તાલુકા ના સાંતલપુર ગામે પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ૬ વર્ષ ના બાળક ને શિક્ષિકા દ્વારા માર મારવાનો બનાવ પ્રકાશ માં આવ્યો છે. ઘટના છે તા. ૨૬-૧૨-૨૦૧૭ ની. ફરિયાદી નાં જણાવ્યા મુજબ સાંતલપુર ની પ્રાથમિક શાળા માં ધોરણ ૧ માં સમર પરબત ભાઈ ખરા અભ્યાસ કરે છે અને ગઈ કાલે રોજ ની જેમ આ બાળક શાળા એ અભ્યાસ અર્થે ગયેલ. શાળા ની શિક્ષિકા જ્યોત્સના બહેન ગામી દ્વારા બાળક ને બારાક્ષરી ન આવડતી હોય શિક્ષા નાં ભાગ રૂપે સ્ટેપલર નો છુટ્ટો ઘા કરેલ અને આ બાળક ને માથા નાં ભાગે વાગેલ. આ ઘટના ની જાણ થતા ભોગ બનનાર બાળક ના માતા પલક બેન દોડી આવેલ અને બાળક ને ઈમરજન્સી ૧૦૮ મારફત વંથલી સરકારી દવાખાને પ્રાથમિક સારવાર માટે લાવેલ. પ્રાથમીક સારવાર લીધા બાદ વંથલી પોલીસ સ્ટેશન માં સાંતલપુર પ્રાથમીક શાળા નાં શિક્ષિકા વિરુધ એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરાયેલ. 

 

આ ઘટના ની જાણ થતા મીડિયા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સાચી હકીકત જાણવાનો પ્રયાસ કરેલ. જેમાં સૌ પ્રથમ ભોગ બનનાર બાળક ના સહપાઠીઓ નો સંપર્ક કરતા તેઓ એ જણાવેલ કે સમર પ્રાથમિક શાળા ના પટાંગણ માં આવેલ હીચકા માં હિચાકતા હતા તે દરમીયાન પોતાની રીતે પડી જતા તેણે માથાના ભાગે લાગેલ છે. મીડિયા ટીમ દ્વારા અન્ય બાળકો ને શિક્ષકો દ્વારા માર મારવામાં આવતા હોય તેવા ભૂતકાળ માં કોઈ બનાવ બનેલ નથી તેવું પણ જણાવ્યું હતું. 

 

આ બાબતે ગામ નાં આગેવાન અને સરપંચ નાં પતિ રસિક ભાઈ પેથાણી સાથે વાત કરતા જણાવેલ કે આ ઘટના ની જાણ થતા તરત જ દોડી આવેલ અને અન્ય બાળકો ને ઘટના વિષે પૂછાતા જણાવેલ કે શિક્ષિકા દ્વારા માર મારવાની કોઈ ઘટના બની જ નથી અને ગામ નાં આગેવાન તરીકે ૮-૧૦ દિવસે શાળા ની મુલાકાત લેતા હોય છે અને આવી કોઈ ફરિયાદ ભૂતકાળ માં શિક્ષકો વિરુદ્ધ મળેલ નથી. 

 

વધુમાં આચાર્ય ને આ બાબતે પુછાતા તેઓ એ પણ આવી કોઈ ઘટના ન બની હોવાનું જણાવેલ છે. અને આ ફરિયાદી દ્વારા શિક્ષકો ને અવાર નવાર હેરાન કરવાના એક માત્ર ઈરાદે આવા કૃત્ય કરતા હોવાનું જણાવેલ સાથે સાથે બીજા બાળકો કરતા ફરિયાદી ના બાળક ને વધુ ધ્યાન આપવાનું અને જેમ કરે તેમ કરવા દેવા પણ દબાણ કરતા હોવાનું જણાવેલ. આ ફરિયાદી ગામ ના અન્ય સરકારી કર્મચારી ઓ ને હેરાન કરવાનું માનસ ધરાવે છે અને ફરિયાદ કરવાની ટેવ વાળા છે તેવું જણાવેલ.

 

અત્રે ઉલ્લેખનીય છે કે બંને પક્ષે સામ સામા આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે અને ફરિયાદી અને પીડિત વિદ્યાથી સિવાય તમામ લોકો આ ઘટના ઉપજાવી કાઢી હોવાનું જણાવતા હોય ત્યારે તમામ ની નજર પોલીસ તપાસ પર મંડાઈ છે.

 

રીપોર્ટ બાય : અજય વાણવી, વંથલી

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ