જુનાગઢ

ગત મોડી રાત્રે વંથલી થી મેંદરડા રોડ પર અરણિયાણા ગામે ચાલતા ટ્રક મા આગ લાગી ગઈ હતી. આ ટ્રક સીંગદાણા ભરી પીપાવાવ તરફ જતો હતો તેવી પ્રાથમિક માહિતી મળી હતી. ટ્રક મા આગ લાગતા ટ્રક ચાલક ટ્રક ને સળગતો છોડી નાસી છૂટેલ હતો. આ બનાવ ના પગલે ગ્રામ જનો મા ભય નો માહોલ છવાઈ જવા પામેલ hato. રહેણાંક વિસ્તાર મા  આગ ભભૂકે તો કેટલાક મકાન સાથે પાસે આવેલી બેંક પણ આગ ની લપેટ મા આવી જાય તો ભારે તારાજી સર્જાય તેમ હતી. આગ લાગવાના 6 કલાક પછી પણ પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહાચ્યા ના હતા. આમ કોઈ તંત્ર આ બાબત ને ધ્યાને ના લેતા ના છૂટકે ગ્રામ જનોએ આગ બુજાવી હતી. 

 

અત્રે ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયા નો માલ સળગતો છોડી ટ્રક ડ્રાઇવર નાસી છૂટવાની ઘટના શંકા ઉપજાવે છે. આ સીંગદાણા જો કાયદેસર રીતે પરિવહન થતા હતા તો ટ્રક ચાલકે નાસી છૂટવાની શી જરૂર હતી. આવી ચર્ચાઓ એ ગામ મા જોર પકડ્યુ છે 

 

રિપોર્ટ બાય : ઈરફાન શાહ  વંથલી

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ