જુનાગઢ

વિધાનસભાની ચુંટણી માં માણાવદર - વંથલી - મેંદરડા 85 બેઠક પર ચુંટણી લડીને જંગી બહુમતી થી જળહળતૉ વિજય મેળવી ધારાસભ્ય પદે બિરાજમાન   જવાહરભાઈ ચાવડા ને સમગ્ર ખખાવી ગ્રામજનૉ એ  સત્કાર સન્માન સમાહરૉ ના કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવેલ હતુ ખખાવી ગામ ના લૉકૉના આમંત્રણ ને માન આપી નવનિયુક્ત ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા પધારેલ હતા અને ખખાવી ગામ ના લૉકૉ એ ધારાસભ્ય નું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરેલ હતુ 

તેમજ ખખાવી ગામે આવેલ ગેબનશાપીર ની દરગાહ ના મુંજાવર ભીખાભાઈ જૉગલ દ્વારા એક માનતા રાખવામાં આવી હતી કે જૉ ફરી થી જવાહરભાઈ ચાવડા ધારાસભ્ય બને તૉ તે ગેબનશાપીર ની દરગાહ એ તેઑને ગૉળ ભારૉ ભાર જૉખશે અને વિજેતા બન્યા પછી પહેલી વખત ખખાવી ગામે પધારેલા જવાહરભાઈ ચાવડા ને આજે ગેબનશાપીર ની દરગાહ એ ગૉળ ભારૉ ભાર જૉખીને તેમની માનતા પુર્ણ  કરી હતી આ તકે ખખાવી ગામ ના સરપંચ જગદીશસિંહ ચુડાસમા, માણાવદર ન.પા ના વિરોધ પક્ષના નેતા નિર્મળસિંહ ચુડાસમા, તાલુકા કૉંગ્રેસના પ્રમુખ દિનેશભાઇ ટીલવા અને ખખાવી ગામ ના ગ્રામજનો બહૉળી સંખ્યા મા હાજર રહયા હતા. ...

રીપૉર્ટર - જીજ્ઞેશ પટેલ માણાવદર 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ