સુરત

ખેલ જગતમાં હાલમાં સૌથી વધુ મહત્વ ક્રિકેટને આપવામાં આવે છે. પરંતુ ક્રિકેટ સિવાય ઘણી એવી રમતો છે કે જેમાં પણ આપણા ખેલાડીઓ રમતા હોય છે. ગત માસમાં જ ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે અંડર-૧૪ નેશનલ રબ્બી ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ટીમમાં સુરતના વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીની પસંદગી થઇ હતી. અને આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ પ્રથમ નંબર સાથે વિજેતા જાહેર થઇ હતી. 

દર વર્ષે ભારતમાં આતંરરાજ્ય રબ્બી ફૂટબોલ ટેનામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગત માસમાં રબ્બી ફૂટબોલ ટેનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦ રાજ્યોની ટીમ વચ્ચે મેચો રમાઈ છે અને છેલ્લે ફાઇનલ વિજેતા ટીમને મેડલ અને ટ્રોફી સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. ડિસેમ્બર ૨૦૧૭ માં રમાયેલી રબ્બી ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમમાં નવસારી, બનાસકાંઠા અને ગાંધીનગર અને સુરતમાંથી કુલ ૧૨ પ્લેયરનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની એક માત્ર વિદ્યાર્થિનીનું સિલેક્શન થયું હતું. સુરતના અડાજણના ગૌરવ પથ રોડ પર ભરતી રેસિડન્સી પાસે સિદ્ધ ચક્ર રેસિડેન્સીમાં રહેતી અને વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ ૮ માં ભણતી નિયતિ જયપ્રકાશ પટેલ નું ટીમમાં સિલેક્શન થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રમાયેલી અંડર-૧૪ ફૂટબોલ રબ્બી ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે પ્રથમ ઓરિસ્સા, પંજાબ અને ઝારખંડ સાથે મુકાબલો કર્યો હતો. જેમાં ઓરિસ્સા અને ઝારખંડ સાથે ટાઈ થયા બાદ પંજાબ સામે જીત થઇ હતી. બાદમાં તેલંગણાને સેમી ફાઇનલમાં હરાવી ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. અને આખરે ઓરિસ્સા સાથે ફાઇનલ મુકાબલામાં ગુજરાતની ટીમ વિજેતા બની હતી. જેથી ટીમને ટ્રોફી સાથે મેડલ અને દરેક ખેલાડીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ગુજરાતની ટીમમાં નિયતિ પટેલે પણ સારું પર્ફોમન્સ આપ્યું હતું. જેથી તેના કોચે પણ તેને અભિનંદન આપ્યા હતા.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ