મોરબી

રાજયસભા સાસંદ અને જિલ્લા પ્રભારી સહિત ભાજપના હોદ્દેદારો તેમજ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

હળવદમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને બ્રાહ્મણ ભોજન શાળા ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. જેમા પાલિકાના તમામ વોર્ડ પર ભાજપની જીતનો પતાકો લહેરાશે તેવી હળવદ ભાજપ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી અને આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
હળવદ નગરપાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે ત્યારે બ્રાહ્મણ ભોજન શાળા ખાતે જિલ્લા પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા તથા મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ભાજપની બેઠક યોજાઇ હતી. જેમા રાજ્ય સભા સાસંદ શંકરભાઈ વેગડ અને પૂર્વ રાજય મંત્રી જયંતિભાઇ કવાડીયા ખાસ ઊપસ્થિત રહ્યા હતા. તદુપરાંત આગામી દિવસોમાં વોર્ડના સભ્ય પદ માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા તમામ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે જંગી બહુમતી સાથે શહેરના તમામ વોર્ડ કબ્જે કરવા હાકલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે, પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, વિજયભાઇ જાની, હિનાબેન મહેતા, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદીપ પટેલ, અશોક પ્રજાપતિ સહિત હળવદ ભાજપ શહેર તેમજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો આ બેઠકમાં જોડાયા હતા.

 

રિપોર્ટ@ મહેન્દ્ર મારૂ - હળવદ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ