અમદાવાદ

સામાન્ય રીતે લોકો તહેવાર કે કોઇ પ્રસંગની ઉજવણી માટે નવા કપડા ખરીદતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ જુના કપડા ખરીદવા માટે સક્ષમ હોતા નથી. આવા જરૂરીયાત મંદ લોકો સુધી કપડા પહોચાડી શકાય તે માટે લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા બોપલના રહીશો પાસેથી કપડા એકઠા કરવામાં આવ્યા હતા. આ એકત્રિત કરવામાં આવેલા કપડાઓ વિરમગામ તાલુકાના વસવેલીયા ગામમાં જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામ્ય વિસ્તારમાં લોકોને જીવન જીવવામાં પડતી તકલીફો અંગે માહીતી મેળવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેનના વૃશાલી દાતાર, રેખાબેન સરડવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેનના વૃશાલી દાતાર અને રેખાબેન સરડવાએ જણાવ્યુ હતુ કે, જન સેવાએ જ સાચી પ્રભુ સેવા છે. દરેકn લોકોએ પોતાનાથી બનતી મદદ જરૂરીયાતમંદ લોકોને કરવી જોઇએ. જરૂરીયાતમંદ લોકોની મદદ કરવી એ આપણી નૈતિક ફરજ પણ છે. જરૂરીયાત મંદ લોકો સુધી કપડા પહોચાડી શકાય તે માટે લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા બોપલના રહીશો પાસેથી પહેરી શકાય તેવા જુના કપડા એકત્રિત કરવામાં આવ્યા હતા અને આ એકત્રિત કરવામાં આવેલા કપડાઓ વિરમગામ તાલુકાના વસવેલીયા ગામમાં જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગરમ કપડાનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 

:-પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ