નર્મદા

અનુપમ મિશન, મોગરી દ્વારાનર્મદા ના અંતરિયાળ ગામોમા મેડિકલ કેમ્પ અને સાડી વિતરણ કરવામા આવ્યુ હતુ . ૨૦૦૬ થી કેવડિયા તેમજ તેની આજુ બાજુ ના છેક છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં ચાલતા..અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ(આશા)પ્રોગ્રામ હેઠળ ઘરે ..ઘરે જઈને દર્દીઓ ની તપાસ તેમજ સારવાર કરી મફત દવાઓ આપવી,બાળકો ને શિક્ષણ ને લગતી માહિતીઓ આપવી તેમજ મદદ કરવી,ગામડાઓ માં વ્યસન મુક્તિ ના કાર્યક્રમો કરી વ્યસન મુક્ત બનાવવું,તેમજ સામાજિક ઉથ્થાન  માટે કાર્યશીલ રહે છે.

તેના ભાગ રૂપે આ તા.૬.૧.૧૮ ને ૭.૧.૧૮ ના રોજ વિવિધ અંતરિયાળ ના ગામો જેમાં મોટા ઠવાડિયા,ફેરકુવા,ચોર મહુડી,માંંડણ,માથાવાડી,જુનવદ,પીપરિયા,વવીયાલા જેવા ગામો માં,મફત મેડિકલ સારવાર ના કેમ્પો કરવામાં આવ્યા અને ગામો ની બહેનો ને સાડીઓ નું વિતરણ કરવામાં આવ્યુંહતુ .જેમાં અંદાજે ૧૪૬૦ જેટલી સાડીઓ નું વિતરણ કરવામાં આવ્યુંહતુ .

જેમાં અનુપમ મિશન, મોગરી ના સંત શ્રી સતિષભાઈ,સંત શ્રી અરવિંદભાઈ,સંત શ્રી મણીભાઈ અને ડૉ.વનરાજસિંહ સોલંકી એ હાજરી આપી હતી.

 

રિપોર્ટ :

જ્યોતિ  જગતાપ , રાજપીપળા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ