મોરબી

હળવદ તાલુકાના સતવારા સમાજ દ્વારા રાજ્યના ચુટાયેલા ધારાસભ્યનુ સન્માન સમારોહના કાર્યક્રમનુ આયોજન શરણેશ્વર મંદિર ખાતે આજે કરવામા આવ્યુ હતુ.જેમા જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા પરમાર દ્વારા હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. 

શરણેશ્વર મહાદેવ મંદિરના પટાગણમા આજે હળવદ તાલુકા સતવારા સમાજ દ્વારા રાજ્યના પાચ ધારાસભ્યનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમા જામનગર દક્ષિણના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા પરમાર, મોરબી કોગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, વાકાનેર કોગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, હળવદ ધાગંધ્રા કોગ્રેસના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ટંકારાના ધારાસભ્ય લલીત કથગરા વગેરેનો સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા કોગ્રેસના પ્રમુખ ડો.કે.એમ.રાણા, હેમાંગ રાવલ, ચતુરભાઈ ચરમારી, અનિરૂધ્ધસિહ ખૈર, ભીખાભાઇ પટેલ, ધર્મેશભાઈ પટેલ, શેલૈશભાઈ દવે, ભરતભાઈ ગણેશીયા, દેવાભાઈ ભરવાડ, મશરૂભાઈ ભરવાડ સહિતના કોગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમા હળવદ સતવારા સમાજના લક્ષ્મણભાઈ છગનભાઈ દલવાડી, નારણભાઈ જીવાભાઈ દલવાડી, જેન્તીભાઈ ધરમશીભાઈ દલવાડી, ભવાનભાઈ નથુભાઈ, સુદરભાઈ ઉકાભાઇ, લાલજીભાઈ છગનભાઈ દલવાડી, રાધવજીભાઈ ખોડાભાઈ, પ્રેમજીભાઈ મોહનભાઈ દલવાડી, નરોત્તમભાઈ આબાભાઈ વગેરએ સન્માન સમારોહને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ સન્માન સમારોહમા સતવારા સમાજના આગેવાનો, મહાનુભાવો, તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 રિપોર્ટર@ મહેન્દ્ર મારૂ- હળવદ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ