નર્મદા

નર્મદા જીલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડીયાનાઓએ  આપેલ સુચના તથા માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી એ.આર.દેસાઇ, કેવડીયા વિભાગ કેવડીયા નાઓ દ્વારા તિલકવાડા પો.સ્ટે.વિસ્તારમાં દારુ અને જુગાર જેવી અસામાજીક પ્રવ્રુતિને સદંતર નેસ્તનાબુદ કરવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે  પો.સ.ઇ તિલકવાડા શ્રી વાય.એસ.શિરસાઠ તથા પો.સ્ટે.ના સ્ટાફ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને મળેલ બાતમી આધારે પો.સ.ઇ તિલકવાડા શ્રી વાય.એસ.શિરસાઠ તિલકવાડા પો.સ્ટે.ના હે.કો.શાંતીલાલ શંકરભાઇ બ.નં.૫૬૬, પો.કો.રમેશભાઇ મંગળભાઇ , પો.કો.પ્રવિણભાઇ જેસંગભાઇ , પો.કો.ચંપકભાઇ ફતેસીંગ , પો.કો.મનોજભાઇ શરણભાઇ નાઓ દ્વારા કારેલી ગામે આવેલ નદીના ભાઠામાં રેડ કરતા કેટલાક ઇસમો બેટરીના લાઇટના અજવાળામાં ગોળ કુડાળુ કરી જુગાર રમતા હોય તેમને કોર્ડન કરી રેડ કરતા જેમાં (૧) ભીખાભાઇ વિરમભાઇ પરમાર રહે,કારેલી તા.તિલકવાડા (૨) અર્જુનભાઇ શનભાઇ વસાવા રહે,કારેલી તા.તિલકવાડા (૩) વિપીનભાઇ સોમાભાઇ તડવી રહે,ચમરવાડા તા.સંખેડા (૪) હર્ષદભાઇ ભાયલાલભાઇ બારીયા રહે,લીમપુરા તા.તિલકવાડા (૫) કમલેશભાઇ રમણભાઇ પરમાર રહે,બુજેઠા તા.તિલકવાડા (૬) ધર્મેન્દ્રસિંહ શનુસિંહ પરમાર રહે,પીપડીયા તા.ડભોઇ (૭) અલ્પેશભાઇ રમણભાઇ પરમાર રહે,બુજેઠા તા.તિલકવાડા (૮) વિજયભાઇ ભાઇલાલભાઇ તડવી રહે,ચમરવાડા તા.સંખેડા (૯) ભરત ઉર્ફે મુન્નાભાઇ કંચનભાઇ બારીયા રહે,તિલકવાડા (૧૦) કનુભાઇ ચીમનભાઇ તડવી રહે,કામસોલી ટેકરા તા.તિલકવાડા વિગેરેનાઓ પોલીસ રેડ દરમ્યાન પકડાઇ ગયેલ સદર આરોપીઓ જાહેરમાં પત્તાપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોય જેઓની અંગ ઝડતી દરમ્યાન કૂલ રૂ.૬૦૯૦/- તથા દાવ ઉપર રોકડા રૂ.૭૬૯૦/- મળી કૂલ.રોકડા રૂ.૧૩૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૮૫૦૦/- તથા એક મો.સા.નં.GJ-22-F-5570 કિ.રૂ.૨૫,૦૦૦/- તથા બેટરી નંગ-૨ કિ.રૂ.૧૦૦/- મળી કૂલ.રૂ.૪૭,૩૮૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ છે તથા તિલકવાડા પો.સ્ટે.ખાતે જુગારધારા મુજબ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે

 

રિપોર્ટ :

જ્યોતિ  જગતાપ રાજપીપળા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ