નર્મદા

નર્મદા જિલ્લા ની નાંદોદ અને ડેડીયાપાડા ની વિધાન સભા ની બન્ને બેઠકો હારી જતા ભાજપાછાવણી મા સન્નાટો વ્યાપી ગયો છે ત્યારે નર્મદા ના હોદ્દેદારો અને કાર્યકરો ની સમીક્ષા બેઠકો મા હાર નુ કારણ અને તારણ શોધવા ની કવાયત શરૂ થઈ હતી જોકે હારના ઠીકરા પાર્ટી ની વિરુધ્ મા કામ કરનારો સામે રોષ વ્યક્ત કરી સાંસદ મનસુખ વસાવા એ આક્રોશ વ્યક્ત કરી અપનો ને હી અપનો કો હરાયા એમ કહી હારના ઠીકરા ભાજપા ના જ કેટલાક દિગ્ગજ નેતાઓ સામે ફોડી પાર્ટી ને નુકશાન કરનારા ને ઓળખી લેવા જણાવ્યુ હતુ

ભાજપા ની સમીક્ષા બેઠક ને સંબોધતા સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યુ હતુ કે  પાર્ટી જ મહાન છે વ્યક્તિ નહી તેમ જણાવી હુ પાઁચ ટર્મ થી સાંસદ છુ તે પણ પાર્ટી ને કારણેજ તો પાર્ટી સાથે હુ ગદ્દારી કેમ કરી શકુ ?bjp કોંગ્રેસ અને bjpના ગઠબંધન થી હાર્યુ છે એ વસ્તવિકતા સ્વીકાર્યાબાદ સાંસદ ની જીભ લપસી હતી તેમણે btp અને કોંગ્રેસ ના વિજેતા ઉમેદવારો મહેશ વસાવા અને પી ડી વસાવા નુ નામ લઈને રોકડું પરખાવી દેતા જણાવ્યુ હતુ કે જિલ્લા સંકલન અને આયોજન ની બેઠક મા મહેશ ને હુ બોલવા નહી દઉ અને પી ડી ની પિપુડી નહી વાગવા દઉઅા વિધાન કેટલુ સાચુ પડશે એતો બેઠકો શરૂ થશે ત્યારે જ ખબર પડશે પણ બંને બેઠકો ગુમાવી ચૂકેલી ભાજપા નર્મદા નો વિકાસ કેવી રીતે કરશે તે હવે લાખ રૂપિયા નો સવાલ બની ગયો છે

 વિધાનસભામાં નાંદોદ અને ડેડીયાપાડા ની બંને બેઠકો ભાજપા હારી જતા bjp હાર પચાવી શક્યુ નહોતુ  હાર બાદ સમીક્ષા બેઠક માં ભરૂચ સાંસદ રોષે ભરાયા હતા અને ભાજપા ના લોકો એ  પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું હોવાનો બળાપો વ્યક્ત કર્યો.હતો

ગત મહિને યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં બે બેઠકો પરથી પક્ષના કદાવર નેતાઓને હરાવવા પાછલે બારણેથી કામ કરનાર પક્ષના જ કેટલાક લોકોએ પક્ષ વિરુદ્ધ કામ કર્યા અંગેના આક્ષેપ કર્યા હતા.ત્યારબાદ  નાંદોદ બેઠકની સમીક્ષા બેઠક ગરુડેશ્વર ખાતે યોજાઈ હતી.જેમાં ભરૂચ સાંસદ પક્ષ વિરુદ્ધ કામ કરનાર કાર્યકરો.સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો . હતા.અને જણાવ્યું કે,જિલ્લા પંચાયત સદસ્યો હવામાં ન ઉડે.જે લોકોએ પક્ષ માટે કામ કર્યું હોય તેવાને બોર્ડ નિગમ માં સ્થાન અપાવું જોઈએ.ટ્રાયબલ વિસ્તારની 27 માંથી માત્ર 9 બેઠકો પર વિજય થયો છે.જે પાછળ કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી ના ગઠબંધન થી હાર્યા છેહું શિસ્ત નું પાલન કરાવીશ ભલે મને પાર્લામેન્ટ માં ટિકિટ આપે કે ના આપે.પાર્ટીનો ગ્રાફ કેમ નીચો ગયો.જે ભાજપનો કાર્યકર પાર્ટી વિરુદ્ધ માં કામ કેમ કરતો હતો તે શોધો.મનભેદ હોય પણ જરૂર પડે તો ભેગા થવું પડે.જે પડતર પ્રશ્નો હોય તે અમે સરકારમાં રજુઆત  હવે તો આપણા જ લોકો હેરાન કરે છે અને મારવા આવે છે.યોગ્ય રિપોર્ટિંગ પક્ષમાં થવું જોઈએ.જિલ્લા સંકલન અને આયોજનમાં હું કોંગ્રેસ કે બિટીપી ના મહેશ ને હું બોલવા નહીં દઉં અને આ પી.ડી. ( નાંદોદ બેઠક પરથી કોંગ્રેસ ના પી.ડી.વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે) ની પીપુડી હું વાગવા નહીં દઉં.વિરુદ્ધ માં કામ કરનાર અંગે પાર્ટી ને બધું ખ્યાલ છે.સત્ય બહાર આવી જશે.સમીક્ષા બેઠક બાદ નર્મદા ના રાજકારણ મા ગરમાવો આવી ગયો હતો 

રિપોર્ટ :

દીપક   જગતાપ , રાજપીપળા 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ