અમદાવાદ

વિરમગામ શહેરના વીપી રોડ પર આવેલા ભીમજીઝાલા રહેતાં  યોગેશભાઇ રાવલ જે વર્ષોથી કર્મકાંડ કરે છે.જે વિરમગામ ના વસતા દરજી સમાજના ગોર છે.તેઓના પરિવારમાં બે પુત્રો એક પુત્રી છે જેઓનો 24 વર્ષીય યજ્ઞેશ રાવલ જે પોતે તેમણા પિતાની સાથે કર્મકાંડ કરતા હતા યજ્ઞેશ રાવલ એ સાંસારિક જીવનનો ત્યાગ કર્યો છે.આજે સવારે તેમણા નિવાસસ્થાનેથી ટાવર બ્રાહ્મણ સમાજની વાડીથી ગોલવાડી દરવાજા સુઘી એક ભવ્ય શોભા યાત્રા કાઢવામા આવી હતી. આ શોભા યાત્રામા વિરમગામના ભૂદેવ ભાઈઓ, બહેનો, સહિત વિવિધ જ્ઞાતીજનો તેમજ મિત્રો સ્નેહીઓ સહિતના  આગેવાનો સહિત સાઘુ-સંતો શોભાયાત્રામા જોડાયા હતા.ત્યારે શોભાયાત્રા માં 

સૌ કોઇની આંખોમાં આંસુઓની ધારા વચ્ચે આ નવ યુવાનને સાંસારિક જીવનનો ત્યાગ કરી સંયમનુ જીવન જીવવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે શોભાયાત્રા માં શ્રી પંચદશનામ જૂના અખાડા તેરા મઢી ના શ્રી શ્રી 108 મહંત શ્રી દેવેન્દ્ર ગીરી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.સંન્યાસ ઘારણ કરનાર યજ્ઞેશ જૂનાગઢના એક સેવક તરીકે પોતાનુ જીવન વીતાવશે અને આગામી દિવસો માં સાઘુતા સાથે વિરમગામ-દસાડા રોડ પર આવેલા આવેલા એક મંદિર ખાતે સેવાપુજા કરશે અને  સંન્યાસી જીવન ભોગવશે.ઉલ્લેખનીય છે કે  છેલા થોડા સમયથી સાંસારિક જીવનમાથી રસ ઉઠી જતા આ સંયમ લેવાનુ સંન્યાસ લેવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે  ઉપયુક્ત પ્રસંગે  પંક્તિ લખવાનું મન થયા વગર રહે નહી. " ભક્તિનો મારગ છે શૂરાનો નહી કે કાયરનું કામ"

 

:-પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ