અમરેલી

ધારી નજીક આવેલ હીરાવા ગામની મધ્યમાં આવેલ અને ગામના લોકોના વિકાસ માટે સાર્વજનિક પ્લોટ ફાળવવા જોગ લાખો રૂપિયાની કિંમતી જમીન પર સરપંચ શ્રી હરજીભાઈ ના નજીકના સબંધીએ સરપંચ શ્રી ની આડકતરી મીલીભગત થી ગેરકાયદેસર જમીન પર કબ્જો જમાવીને પચાવી પાડેલી હોવાનુ જાણવા મળી રહેલ છે.આ વિવાદાસ્પદ જમીન ને કબ્જેદારો પાસેથી લઈ હિરાવા ગામના તમામ લોકો ના વિકાસ માટે સાર્વજનિક પ્લોટ તરીકે ફાળવણી કરવાની અપેક્ષા લઈ હીરાવા ગામની ૪૦ થી ૫૦ મહિલાઓનુ ટોળુ પ્રાંત અધિકારીશ્રી અને મામલતદાર શ્રી ને રૂબરૂમાં મળીને ધગધગતુ આવેદનપત્ર આપેલ હતુ.હિરાવા ગામના ગરીબ પરીવાર ની ત્યાં આવતા નાના-મોટા પ્રસંગોમાં ઉપયોગ માં લેવામાટેના સાર્વજનિક પ્લોટમાં બળજબરીથી અને સરપંચ શ્રી ની મીઠી નઝર હેઠળ ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા લાગવગીયા કબ્જેદારો પાસેથી આ કિંમતી જમીનને ખાલી કરવા માટે અને ગેરકાયદેસર કબ્જેદારો અને તેના મળતીયા સરપંચ ને જેલભેગા કરવાના મનસુબા સાથે મહિલા ઓ રણચંડી જણાય રહેલ છે.હીરાવા ગામની મહિલાઓની રોષને જોતા આગામી સમયમાં ગેરકાયદેસર કબ્જેદારો અને તેના મળતીયાઓ નો પર્દાફાશ કરીને મહિલાઓ પોતાનો હક મેળવીનેજ જંપશે તેવુ લાગી રહેલ છે

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ