રાજકોટ

જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય રસ્તા પર આડેધડ રેડકીયો રાખી આખો રસ્તો બંધ કરી દેવામાં આવે છે જેને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકો ને ભારે મુશ્કેલી પડતી હોવી ફરિયાદો ને પગલે ટ્રાફિક શાખા દ્વારા દબાણ હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી

શહેરના મુખ્ય રસ્તા માં સારી એવી કામગીરી બાદ અહીંના બસ સ્ટેન્ડ રોડ તેમજ કણકીયા પ્લોટ મેઈન રોડ પર આવેલ ફ્રુટ માર્કેટ માં જાહેર રસ્તા પર અડધો રસ્તો રોકી બેઠેલ રેંકડીધારકો ને પોલીસે નિયમ મુજબ દંડ કરેલ હતો ત્યારે ત્યાંજ રસ્તા પર એક સાથે પાંચ થી છ રેકડીયો રાખી વેપાર કરતા દેવીપૂજક ભુપતભાઇ એ પોલીસ સામે દાદાગીરી કરી મારી રેંકડી નહીં હટે તમારે જે થઈ તે કરો તેમ કહી ગેરવર્તન કરી પોતાની ફ્રુટ ભરેલ રેકડીયો રસ્તા પર ફેંકી મુખ રસ્તો બંધ કરી કાયદો હાથ માં લીધો હતો 

તે સમયે પી.આઈ રાણા તેમજ ડી.સ્ટાફ તુરંત સ્થળ પર પોહચ્યા હતા તો પણ આ ભુપતભાઇ ના આખા પરિવારે પોલીસ હાઈ હાઈ ના નારા ચાલુ રાખતા પોલીસે ભુપતભાઇ જીવરાજભાઈ સોલંકી તેના પત્ની જયશ્રીબેન પુત્ર મહેન્દ્ર ભાઈ પરબત ,બિપિન અને પ્રકાશ વિરુદ્ધ પોલીસની ફરજ માં રુકાવટ તેમજ રાયોટિંગ હેઠળ ગુનો દાખલ કરેલ હતો

એજાજ બોઘાણી

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ