મોરબી

મોરબી ચોકડી પાસે બનેલી કરૂણાતિકા:  ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પીટલ ખસેડાયા

 

હળવદ-માળિયા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઈક ચાલક વૃધ્ધનુ ધટના સ્થળે મોત થયુ જ્યારે પાછળ બેઠેલા વૃધ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફત સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પીટલ ખસેડવામા આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે મોરબી રીફર કર્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ બાઈક ચાલક રતનસિહ હરજીભાઈ ઝાલોડીયા.ઉ.૬૫ રહે. વાંકડા આજે સવારના ૮ વાગ્યાના અરસમાં મોરબીથી હળવદ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન ધ્રાંગધ્રાથી માળીયા તરફ જતી ટ્રક નં જીજે ૧૨ બીટી ૫૦૦૧ સાથે મોટર સાયકલ નં જી.જે.૫ એમએમ ૩૮૨૧ સાથે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રતનસિંહ ઝાલોરીયાનું ધટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે બાઇક પાછળ બેઠેલા રાધાબેન રતનશી ઝાલોરીયા ઉ.૬૦ રહે.વાંકડાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે વધુ સારવાર માટે મોરબી રીફર કર્યા હતા. આ બનાવ અંગે ૧૦૮ને જાણ થતા પાયલોટ અશ્વીન મકવાણા અને રમેશ ધાંધલા પહોચી ગયા હતા અને વધુ સારવાર માટે હળવદ દવાખાને વુધ્ધાને પહોચાડ્યા હતા. હળવદ-માળીયા હાઈવે પર અકસ્માત થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ ઝાલોરીયા પરિવારમાં થતાં શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી.

રિપોર્ટર @  મહેન્દ્ર મારૂ -હળવદ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ