જુનાગઢ

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ના સહકારી ક્ષેત્રે ખળભળાટ જગાવ નાર ભજપ શાસિત જુનાગઢ ડિસ્ટ્રીક બેન્ક ના માં કથિત ગેરરીતિ મુદ્દે બેન્ક ના મેનેજિંગ ડિરેક્ટર ડોલર કોટેચા દ્વારા બેન્ક ચેરમેન અને રાજ્ય ના પૂર્વ મંત્રી જશા બારડ અને તેના પુત્ર તેમજ બેન્ક ના મેનેજર વિરુદ્ધ પોલીસ માં ફરિયાદ આપી છે.

શુ છે મામલો

સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ નિર્માણ મામલે પ્રાસલી ખાતે 24 વીઘા એટલે કે 4 એકર જમીન સરકાર પાસે થી લીધી છે

જો કે તેમાં નોમ્સ હોઈ છે કે સરકારી જમીન ગીરવે મુકવી હોઈ કે લોન જોતી હોઈ તો સરકાર ની મંજૂરી લેવી પડે

પરંતુ જશા ભાઈ ના પુત્ર દિલીપ બારડ યાર્ડ ના પ્રમુખ છે

તેઓએ સરકાર પાસે જમીન ગીરવે મુકવા ની રજુઆત કરી હતી પરંતુ સરકાર મંજૂરી આપે તે પહેલાજ જૂનાગઢ સહકારી બેન્ક પાસે થી 12.55 કરોડ ની લોન લીધી તેવા આરોપ લાગયો છે 

 

આ ચકચારી મુદ્દે આજે બેન્ક ના ચેરમેન જશા બારડે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અમે કૉઇ નીયમ ભંગ નથી કર્યૉ.. કાઇ ખૉટૂ પણ નથી કર્યૂ. અને ફરિયાદ તદન પાયાવિહોની છે.

 જશા બારડે ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે આગામી   18 તારીખે આ બેક ના ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂટણી મા મારી છાપ ખરડવાનૉ આ પ્રયાસ થયેલ છે.

આ બાબતે પક્ષ ના મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરી છે અને ટુક સમય માં દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ