નર્મદા

નર્મદા મા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ના પ્રવાસે આવેલી લક્ઝરી બસ સાથે ફોર લેન રોડ નુ કામકાજ કરતા રોલર સાથે બસ ટકરાતા બસ ચાલક અને કંડકટરે રોલર ચાલક અને સુપર વાઇઝરને માર મારી મોંમા ડુચા નાખી બસમા અપહરણ કરી નુકશાની પેટે 25000ની માંગણી કરવાની ઘટના એ તિલકવડા પંથક મા ચકચાર જગાવી છે જોકે પોલીસે પીછો કરી અા બંધકોને છોડાવતા પોલીસે લક્ઝરી બસના ચાલક સહિત 5વ્યક્તિઓ સામે અપહરણ નો ગુનો દાખલ કરી આરોપીઓ ની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામીછે

નર્મદા ના તિલકવાડા ના ઉતાવળી ગામ પાસે લકઝરી બસ સાથે રોલર ભટકાતા  નુકશાની પેટે રૂપિયા 25 હજાર ની માગ કરી અને બસ ચાલક અને કંડકટરે રોલર ચાલક અને સુપરવાઇઝરનું અપહરણ કર્યું.વડોદરા પોલીસે એક્સપ્રેસ હાઇવે પરથી બંધકોને છોડાવ્યા.ત્યારે હાલ તો આ તમામ આરોપીઓને નર્મદા ના  તિલકવાડા પોલીસ સ્ટેશન પર લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ......

નર્મદા જિલ્લામાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું  છે ત્યારે ડભોઇ થી તિલકવાડા વચ્ચે ફોર લેન રસ્તા નું કામ ચાલી રહ્યું છે અને અનેક જગ્યાએ કામ ચાલતું હોઈ તો અનેક અર્ચન આવે એ સંભાવિક છે ત્યારે ગઈ કાલ રાત્રે અમદાવાદ ના ચાંગોદરની એક ખાનગી કંપનીના કર્મીઓ નર્મદા જિલ્લાના પ્રવાસે ખાનગી લક્ઝરીમાં આવ્યા હતા. પ્રવાસમાંથી પરત જતી વેળાએ મોડી રાત્રે ઉતાવળી ગામ પાસે રોડનું કામકાજ ચાલુ હતું દરમ્યાન  બેફામ દોડતી લકઝરી બસ ડાઈવર્ઝન તોડીને રોલર સાથે ઘસડાઈ હતી.જે બાદ નુકસાની મેળવવા માટે બસ ડ્રાઇવર સહિત 5 વ્યક્તિઓએ રોલર ચાલક અને તેના સુપરવાઇઝરને બંધક બનાવી બસને થયેલ નુકસાની પેટે વળતર મેળવવા માટે અપહરણ કરાયું હતું અને 25,000ની માંગણી કરાઈ હતી.પરંતુ રાત્રી દરમ્યાન સુપરવાઈઝર પાસે આટલી મોટી રકમ સ્થળ પર ન હોઈ ત્યારે આ બંને સુપરવાઈઝર ને લક્ઝરી બસમાં અપહરણ કરી બુજેઠા પાસે પોલીસ ચેકીંગ દરમ્યાન આ બંને કર્મચારીઓ ના મોં માં ડૂચા મારી વડોદરા ના નેશનલ હાઇવે સુધી લઇ જવાયા અને ત્યાં પોલીસે પીછો કરી આ બંને સુપરવાઈઝર ને બંધક માંથી મુકત કરાયા

દરમ્યાન રોડ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકે વડોદરા જિલ્લા પોલીસ કંટ્રોલ માં જાણ કરતા અંતે પોલીસે નાકાબંધી કરી હતી અને સવારે 5 કલાકે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે  ટોલનાકા પરથી બંધક રોલર ચાલકનો છુટકારો થયો છે.બાદમાં  તિલકવાડા પોલીસ સ્ટેશને લકઝરી બસના ચાલક સહિત કુલ 5 વ્યક્તિઓ સામે અપહરણ નો ગુનો દાખલ કરી તમામની હાલ ધરપકડ કરવામાં આવી છે.અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.

હાલ તો નર્મદા પોલીસ દ્વારા લકઝરી બસ ના તમામ મુસાફરો અને આરોપીઓ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પરંતુ તિલકવાડા થી વડોદરા સુધી સુપરવાઈઝરો ને અપહરણ કરી 130 કિલોમીટર સુધી લઈ જવાતા પોલીસ ના સિક્યોરિટી પર પણ કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા

 

રિપોર્ટ :
જ્યોતિ જગતાપ , રાજપીપળા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ