નર્મદા


નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે જીત નગર ચોકડી પાસે તા .
13 થી 15 જાન્યુઆરી ત્રી દિવસીય રાષ્ટ્રીય કક્ષાનું 25મુ આદિવાસી એકતા મહાસંમેલન યોજાવાનુ છે જેની તડામાર તૈયારી ઓ શરૂ કરી દેવાઈ છે જેના ભાગ રૂપે રાજપીપળા પાસે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી .જેમાં પત્રકાર પરિષદ ને આદિવાસી એકતા પરિષદ ના રાષ્ટ્રીય સચિવ ડૉ અશોક ચૌધરી અને ગુજરાત પ્રદેશ ના સંયોજક ડૉ શાંતિકર વસાવા એ સંબોધી હતી .

ડૉ અશોક ચૌધરીએ કાર્યક્રમ ની વિગત આપતા જણાવ્યું હતું કે આદિવાસી એકતપરિષદદ્વારા તા 13 જાન્યુઆરી ના રોજ આદિવાસી પ્રદર્શની ઉદ્દઘાટન,
મહિલા પરિસંવાદઅને સાહિત્ય સંમેલન યોજાશે જ્યારે 14 જાન્યુઆરીના રોજઆદિવાસી સઁસ્ક્રુતી ને ઉજાગર કરતી મહારેલીનીકળશે
11કલાકે  મુખ્ય સમારોહ ઉદ્દઘાટન યોજાશે બપોરે પ્રબોધન સત્ર, 4વાગે ખુલ્લું સત્ર અને વિશેષ પ્રસ્તાવ તથા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજશે જ્યારે
15 જાન્યુઆરીના રોજ  યુવા સંમેલન તથા આગલા વર્ષ નું આયોજન સમાપન સત્ર યોજાશે


આ સંમેલન માં આસામ , ઝારખંડ , છત્તીસગઢ , ઉડીસા ગુજરાત , મહારાષ્ટ્ર  સહિત ના 15 રાજ્યો ના કલાકારો . સાહિત્ય કારો , લેખકો અને કાર્યકરો લાખોની સંખ્યા માં ભાગ લેશે . ઉપરાંત આદિવાસી સઁસ્ક્રુતી અને જીવન મૂલ્યો ને ઉજાગર કરતા કાર્યક્રમ , વિવિધ રાજ્યો ના આદિવાસી ન્રુત્ય પ્રદર્શન પરિસંવાદ , સાહિત્યિક મહિલા યુવા સંમેલન નો યોજાશે .આદિવાસી પ્રદર્શન માં જૂના બિયારણો , પારમ્પરીક આયુર્વેદિક ઔષધિ . ખેત ઓજારો દેવી દેવતા ના પ્રતીકો મુકાશે , આદિવાસી ઇતિહાસ ના પુસ્તક પ્રદર્શન તથા જૂના માટીના વાસણો નું પ્રદર્શન પણ યોજશે
સંમેલન માં આદિવાસી એકતા પરિષદ ની ભૂમિકા અને પડકારો , સઁસ્ક્રુતી અને જીવન મૂલ્યો , આઝાદી ની લડાઈ માં આદિવાસી ઓની ભૂમિકા . શિક્ષણ પધ્ધતિ , આદિવાસી યુવા નોની દશા અને દિશા , વિકાસ , સઁસ્ક્રુતી જેવા વિષય ઉપર વક્તા ઓ દ્વારા વક્તવ્યો રજૂ થશે

રિપોર્ટ :
  દીપક  જગતાપ , રાજપીપળા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ