મોરબી

સતવારા યુવા સંગઠન ગુજરાત દ્વારા મુકેશભાઈ હડિયલનુ હળવદમા શિલ્ડ આપી સન્માન

સતવારા યુવા સંગઠન ગુજરાત દ્વારા મોરબીમા અપહરણકર્તાઓને પકડવામા હિરો સાબિત થનાર મોરબી જીઆરડી જવાનનુ હળવદમા શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યુ હતું.

એક મહિના પહેલા મોરબીમા સાત વર્ષના બાળક દેવ જીજ્ઞેશ પાડલીયાનુ અપહરણ થયા બાદ ગણતરીની મિનિટોમા જ બાળકને અપહરણકારોની ચુગાલમાથી છોડાવવામા મોરબીના જીઆરડી જવાન મુકેશભાઈ રતિલાલ હડીયલે ગજબની હિમત દાખવી પોલીસ પહોચે તે પહેલા જ બાળકને મુક્ત કરાવ્યો હતો.જનતા સોસાયટીમા રહેતા ઉધ્યોગપતિ જીજ્ઞેશ પાડલીયાના પુત્ર દેવનુ એક માસ અગાઉ અપહરણ કરવામા આવ્યુ હતું.જેમા જીઆરડીના જવાન મુકેશભાઈ રતિલાલભાઈ હડીયલે બહાદુરી પુર્વક બે અપહરણ કર્તાઓને પકડી પાડીને પોલીસને હવાલે કર્યા હતા.આ ઉમદા કાર્યથી સમસ્ત સતવારા સમાજનુ  ગૌરવ વધારેલ છે.આ બહાદુરી પુર્વક કરેલી કામગીરીના ભાગરૂપે મુકેશભાઈ રતિલાલ હડીયલનુ આજે હળવદ ખાતે શ્રી સતવારા યુવા સંગઠન ગુજરાત દ્વારા શિલ્ડ  આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમા મોટી સંખ્યામાં સતવારા યુવા સંગઠનના અગ્રણીઓ તેમજ  કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મુકેશભાઈ હડીયલે બહાદુરી પુર્વક કરેલા કામને સતવારા યુવા સંગઠન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

 

રિપોર્ટર @ મહેન્દ્ર મારૂ - હળવદ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ