વલસાડ-વાપી

શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે આજ રોજ વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૫૬મી જન્મજયતિના ઉપલક્ષ્યમાં યુવા-રેલી તથા યુવા-સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું...જેમાં  ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ સ્ટાર નેના જૈસવાલ તથા ગુગલબોય અગસ્ત્ય જૈસવાલની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા....

 

 સમડીચોક સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે આયોજીત યુવા-રેલીમાં ધરમપુર તથા આસપાસની પ્રાથમિકશાળા, માધ્યમિકશાળા, ઉત્તરબુનિયાદી વિદ્યાલયો, આશ્રમશાળા, ખાનગી પ્રાથમિકશાળા, કોલેજના વિદ્યાર્થીમિત્રો, શિક્ષકગણ, નોન ટીચિંગ સ્ટાફના સભ્યો, આચાર્યશ્રી, વિવિધ મંડળના પ્રતિનિધિઓ, કેળવણીકારો સહીત અગ્રણી નગરજનો હોશભેર રેલીમાં જોડાયા હતા.. વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ યુવા-રેલી નગરના પ્રભુફળિયા, મોટાબજાર, ટાવરરોડ, ગાંધીબાગ, દશોંદીફળિયા, ડો. હેડગેવારચોક, ગાર્ડનરોડ, એસ.ટી.ડેપો રોડ, જેલરોડ, થઇ ફરી લક્ષ્મી નારાયણ મંદિર પરિસરમાં પાછી ફરશે. સમગ્ર યુવા-રેલી દરમિયાન વિવિધ શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા...યુવા સંમેલનમાં હેઇદ્રાબાદના જૈસવાલ પરિવારના બહેન-ભાઈ ભારતના “જીનીયસ ફેમીલી” માં ગણના પામે છે, નેના જૈસ્વાલ ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ ખેલાડી હોવા ઉપરાંત શેક્ષણિકશ્રેત્રે અદ્વિતીય સિદ્ધિ હાસિલ કરી છે તેણીએ ૮ વર્ષની વયે ધોરણ ૧૦, ૧૦ વર્ષની વયે ધોરણ ૧૨, ૧૩ વર્ષની વયે ગ્રેજુએશન કરવાની સાથે સાથે પત્રકારત્વનો પણ કોર્ષ પૂરો કરી ભારતમાં એક નવો અનોખો રેકોર્ડ બનાવ્યો છે, હાલે ૧૭માં વર્ષમાં પ્રવેશેલી નેના જૈસવાલ “સ્પોર્ટ્સ મેનેજમેન્ટ” વિષય ઉપર પી.એચ.ડી. પણ કરી રહી છે. ૧૫ થી વધુ ગોલ્ડ મેડલ નેશનલ તથા ઇન્ટરનેશનલ શ્રેત્રે મેળવનારી નેના જૈસવાલ પોતાના બંને હાથેથી વિવિધ ભાષાઓ લખી શકે છે, સમગ્ર રામાયણ કંઠસ્થ કરનારી આ ભારતની દીકરીએ વિશ્વની “હોપ ટીમ” પણ સ્થાન મેળવ્યું છે. અને આઈ.એસ.ના અભ્યાસ બાદ દેશસેવાનું સ્વપ્નું સેવ્યું છે.મોટી બહેનના નકશા કદમ ઉપર ચાલનારો નાનો ભાઈ અગસ્ત્ય જૈસવાલ પણ હાજર રહ્યો હતો.કાર્ડિયોલોજીસ્ટ બનવાના સ્વપ્ના સેવતો અને “ગુગલબોય” ના નામથી ઓળખાતો આ ૧૧ વર્ષીય નાનો બાળક વિશ્વભરના અગલ-અગળ વિષયો ઉપર પોતાની વાતો રજુ કરી શકે છે, જ્યાં આપણે નાની નાની વાતો ઉપર ગુગલનો સહારો લેતા હોઈએ છીએ ત્યારે આવા “ગુગલબોય” ને પ્રત્યક્ષ સંભાળવાનો લાહવો જ કઈક ઔર છે. 

 

ધરમપુરમાં આવા ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ સ્ટાર નેના જૈસવાલ તથા ગુગલબોય અગસ્ત્ય જૈસવાલને જોવા અને સભાળવા માટે યુવાઓ એ ઉત્સાહ દાખવ્યો હતો...તેમજ આ બને ભાઈ બહેનો મોદીજી ના ફ્રેન્ડ હોવાનું પણ જણાવ્યું હતી...અને ખાસ તેઓ  " બેટી પઠાવો બેટી બચાવો " ના અભિયાન થી પણ ખુબજ પ્રભાવિત થાય છે...તેમજ તેઓ આ અભિયાયન ને લઈ ને મોદીજી ને મળવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી...

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ