અમરેલી

ધારી તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે દિન પ્રતિદિન માથાના દુઃખાવા સમાન બની રહેલ ધારી સીવીલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટર ની નીમણુક નો પ્રશ્ન નુ નિરાકરણ ન આવતા તારીખ ૧૨/૧/૧૮ ને શુક્રવારે સારવાર માટે આવેલ કૌશિક શાંતિભાઈ લીંબાસીયા ઉ.વર્ષ ૨૮ ને કે જેઓને સારવાર આપી રહેલ વિસાવદર ખાતે ફરજ બજાવતા અને ધારી સીવીલ હોસ્પિટલ ખાતે ચાર્જ માં આવેલ ડો. વિજયભાઈ ગળચર ની બેદરકારી ના કારણે કરૂણ મોત નીપજતા ધારી શહેરમાં ઉદાસી છવાઇ ગયેલ છે.ધારી સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડોકટરની બેદરકારી ના કારણે આશાસ્પદ યુવાન નુ મોત નીપજતા તેમના સગા સ્નેહીજનો બેબાકળા બની ગયેલા હતા અને ડોક્ટર ની મુલાકાત લેતા ઉલ્ટાના ફરજ બેદરકાર ડોક્ટર પોતાના હોદ્દાને છાજે નહી તે રીતે દબંગગીરી કરીને ગુંડાગીરી ઉપર ઉતરી ગયેલા હતા અને મૂતક યુવાન ના સગા સ્નેહીજનો સાથે અણછાજતુ વર્તન કરવા લાગેલા હતા.આ વાત વાયુવેગે ધારી શહેરમાં ફેલાય જતા લોકોના ટોળેટોળાં સીવીલ હોસ્પિટલ ખાતે એકઠા થવા લાગેલા અને જોતજોતામાં ધારાસભ્ય જે.વી કાકડીયા ના ધર્મપત્ની કોકીલા બહેન કાકડીયા ,માજી ધારાસભ્ય મનસુખભાઇ ભુવા ,ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ,બજરંગ ગ્રુપ ના પ્રમુખ મુન્નાભાઈ પટણી ,ધારી ગ્રામ પંચાયત ઉપ સરપંચ જીજ્ઞેશગીરી ગોસાઈ ,વેપારી મહામંડળ પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા પણ તાત્કાલિક દોડી આવી મૂતક પરીવાર ના સભ્યો ને આશ્ર્વસન આપેલ હતુ અને બેદરકાર ડોક્ટર ની સામે કાયદેસર ના પગલા લઈ ને સજા અપાવવાની ખાત્રી આપેલ હતી.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ