મોરબી

મોરબી જીલ્લા ભાજપ દ્વારા નગરપાલિકાની ચુટણી સંદર્ભે  સેન્સ પ્રક્રીયા હાથ ધરાઈ: ઉમેદવારો દાવેદારો સાથે રહ્યા હાજર

 

હળવદ નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી સંદર્ભે આજે સર્કીટ હાઉસ ખાતે ભાજપના મોવડી મંડળ દ્વારા ભાજપના ઉમેદવારોના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રીયા શરૂ કરી હતી જેમાં પાલીકાના વોર્ડમાં દાવેદારી કરવા ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ નગરપાલિકા કચેરી દ્વારા આગામી ફેબ્રુઆરી માસમા યોજાનારી ચુટણીમા સેન્સ પ્રક્રીયા શરૂ કરી છે. નગર પાલિકાની ૭ વોર્ડમા કુલ ૨૮ ઉમેદવારો ચુટણી લડીને પોતાનુ ભાગ્ય અજમાવશે.

મોરબી જિલ્લા ભાજપ પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા તથા મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને મોરબી મહિલા મોરચાના પ્રમુખ મંજૂલાબેન દેત્રોજાના અધ્યક્ષ સ્થાને ભાજપની સેન્શ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા પૂર્વ રાજય મંત્રી જયંતિભાઇ કવાડીયા ખાસ ઊપસ્થિત રહ્યા હતા. તદુપરાંત આગામી દિવસોમાં વોર્ડના સભ્ય પદ માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવશે. ત્યારે ભાજપ જિલ્લા દ્વારા જણાવ્યું હતું કે જંગી બહુમતી સાથે શહેરના તમામ વોર્ડ કબ્જે કરવા આશા વ્યકત કરવામાં આવી હતી.

આ તકે કચ્છ ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે, હળવદ વિધાનસભાના ઉમેદવાર જેરામભાઈ સોનગ્રા, પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, હિનાબેન મહેતા, જશુબેન પટેલ, દાદભાઈ ડાંગર, એ.ટી.રાવલ, રમેશ ભગત, સંદીપ પટેલ, અશોક પ્રજાપતિ, મેહુલ પટેલ સહિત હળવદ ભાજપ શહેર તેમજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો આ બેઠકમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવારોએ દાવેદારી કરવા મોટી સંખ્યામાં હળવદની સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.

 

રિપોર્ટર @ મહેન્દ્ર મારૂ - હળવદ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ