વલસાડ-વાપી

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા સામરવરણી પેટલાદમાં ગટર લાઇનની અને રખોલી  તેમજ કૌંચામાં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY )ની કામગીરી શરૂ કરવામાં આવી છે .  જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા અને ઉપપ્રમુખ મહેશ ગાવિતના હસ્તે આજે સૌપ્રથમ સામરવરણી ગ્રામ પંચાયત  કાર્યાલયની પાછળ 96 લાખના ખર્ચે નિર્માણ થનાર ગટર લાઇનની કામગીરી શરૂ કરવા માટે ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી. સેલવાસ શહેરને અડીને આવેલ સામરવરણી પેટલાદમાં વસતીની સાથે સાથે  મોટા પ્રમાણમા બિલ્ડીંગો પણ બનવા પામ્યા છે  આવા સંજોગોમાં અલગ અલગ સોસાયટીઓના ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે ગટર લાઈનની વ્યવસ્થા હોવી ખુબજ જરૂરી હતું જેને ધ્યાનમાં લઇ અહીં સરપંચ અને જિલ્લા પંચાયત સભ્યના પ્રયાસથી તેમજ જિલ્લા પંચાયતના સહયોગથી ગટર લાઈનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટેના કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. સાથે- સાથે રખોલી પટેલાદમાં નિર્માણ થનારા 36 આવાસો માટેનું કાકવા ફળિયામાં અને કૌંચા પટેલાદમાં  નિર્માણ થનારા 66 આવાસો માટે આંબાબારી ખાતે બે સ્થળોએ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આમ કુલ 102 જેટલા આવસો માટેની કામગીરી શરૂ કરાઇ છે.

  સૌપ્રથમ ગટર લાઇનના કાર્યના ભૂમિપૂજન સમયે સમરવરણીમાં  જિલ્લા પંચાયત પ્રમુખના સલાહકાર ઇન્દ્રજીત પરમાર, સરપંચ સુરેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રાજેશ પટેલ ડેપ્યુટી સરપંચ શ્રીમતિ સ્મિતાબેન પટેલ, પંચાયતના તમામ સભ્યો , રાખોલીમાં સરપંચ શ્રીમતિ ચંપાબેન  પ્રભુભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ ચંદનબેન દિનેશભાઇ પટેલ કૌંચા ખાતે સરપંચ શ્રીમતિ કમલાબેન ગોન્ડ , પંચાયત સભ્યો સહિત દરેક સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ