અમરેલી

ધારી સીવીલ હોસ્પિટલમાં આજરોજ સારવાર લેવા માટે આવેલ  કૌશિક શાંતિભાઈ લીંબાસીયા ઉ.વર્ષ ૨૮ ને કે જેઓને સારવાર આપી રહેલ વિસાવદર ખાતે ફરજ બજાવતા અને ધારી સીવીલ હોસ્પિટલ ખાતે ચાર્જ માં આવેલ ડો. વિજયભાઈ ગળચર ની બેદરકારી ના કારણે કરૂણ મોત નીપજતા આ વાત વાયુવેગે ફેલાઈ જતા લોકોના ટોળેટોળાં સીવીલ હોસ્પિટલ ખાતે એકઠા થવા લાગેલા અને જોતજોતામાં ધારાસભ્ય જે.વી કાકડીયા ના ધર્મપત્ની કોકીલા બહેન કાકડીયા પણ આ દુખદ સમાચાર સાંભળીને તાત્કાલિક આવી પહોંચ્યા હતા.મૂતક પરીવાર ના સભ્યો ને આશ્ર્વસન આપેલ હતુ અને પરિવાર ના સભ્યોએ કોકીલા બહેન સમક્ષ ડો. ની બેદરકારી અને આ બનાવ બાદ ઉલ્ટાના ફરજ પરના બેદરકાર ડોક્ટર પોતાના હોદ્દાને છાજે નહી તે રીતે દબંગગીરી કરીને ગુંડાગીરી ઉપર ઉતરી ગયેલા હતા અને પરિવાર ની સાથે અણછાજતુ વર્તન કરેલ તે હકીકત કહેલ હતી.આ સમગ્ર હકીકત જાણીયા બાદ કોકીલા બહેન કાકડીયા એ ડોક્ટર મહાશય ની મુલાકાત લીધેલ હતી ત્યારે આવડી મોટો દુઃખદ બનાવ પોતાના હાથે બનેલ તેમછતા નફ્ફટ અને દબંગ ડોક્ટર જાણેકે કાંઇ નથી બન્યુ તેમ હસતા મોઢે વાતચીત કરી રહેલ હતો અને બહાર આટ આટલો આક્રદ કરતા લોકોની જાણે કે કાંઈ પરવાહ નો હોય તેમ ધારી સીવીલ હોસ્પિટલમાં ડોક્ટર ની ખુરશી પર જાણેકે કોઈ ગુંડો બેસેલ હોય તે સ્ટાઇલ થી સીગારેટ ના દમ લઈને હવામાં ધુમાડો ઉડાડી રહેલ હતો. ફરજ પર હાજર ડો.વિજય ગળચર ને ફરજ નુ ભાન કરાવવા માટે કોકીલા બહેન કાકડીયા એ તેમને ડોક્ટર તરીકે ની શપથવિધિ દરમિયાન લીધેલ શપથને યાદ કરાવેલ હતા.અને આવી ધોર બેદરકારી દાખવવા બદલ સજા ભોગવવા તૈયારી રાખવાની સલાહ આપેલ હતી.ધારાસભ્ય જે.વી કાકડીયા પોતાની નાદુરસ્ત તબિયત ના કારણે આવી શકેલ ન હતા ત્યારે તેઓએ તેમના ધર્મપત્ની કોકીલા બહેન કાકડીયા ને તેઓને તાત્કાલિક ધારી સીવીલ ખાતે મોકલી ને એક જાગૃત ધારાસભ્ય તરીકે ની ફરજ અદા કરેલ હતી.કોકીલા બહેન કાકડીયા એ પત્રકાર હનીફ નાડ સાથે વાતચીત કરતા જણાવેલ છે કે ધારી ,ખાંભા અને બગસરા વિસ્તાર ના વ્હાલા મતદારો સાથે કરવામાં આવતા અન્યાય વિરુદ્ધ ટુંક સમયમાં રણશીંગુ ફુકવામા આવશે અને ફરજમાં બેદરકારી દાખવતા આવા દબંગો ને તેમની બેદરકારી નો જવાબ આપવામાં જે.વી કાકડીયા તૈયાર છે

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ