રાજકોટ

ગોંડલના કર્મકાંડી બ્રાહ્મણો સહિતના સમગ્ર બ્રહ્મ સમાજે જન વિજ્ઞાન જાથા વિરુઘ્ધ આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે. બે દિવસ પહેલા જન વિજ્ઞાન જાથાના જયંત પંડયા તથા જામનગરની મહિલા પાયલ ધરમશીભાઈ કટેશિયાએ ગુલાબનગરના એક કર્મકાંડી બ્રાહ્મણ હિતેષ જોષી દોરાધતિંગ કરે છે. મંત્ર જાપના નામે લોકોને ભોળવે છે એવા આક્ષેપો મુકી પોલીસની હાજરીમાં આ કર્મકાંડી બ્રાહ્મણનું જાહેરમાં સરઘસ કાઢેલું.

જામનગર માં વિજ્ઞાન જાથા ના જયંત પંડ્યાદ્વારા કર્મકાંડી બ્રાહ્મણ ને મારમારી અપમાનિત કર્યા ના વિરોધ્ધ માં ગોંડલ ના કર્મકાંડી બ્રાહ્મણ અને બ્રહ્મ સમાજ દ્વારા ગોંડલ કોલેજ ચોક માં ગાંધીજી ની પ્રતિમા થી હર હર મહાદેવ. જય જય પરશુરામ અને જયંત પંડ્યા હાય હાય ના નારા સાથે મોટી સંખ્યા મા બ્રાહ્મણો રેલીમાં મામલતદાર કચેરી એ પહોંચી મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપેલ.સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે સતાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જયંત પંડયા સાથે આ પ્રકરણમાં એક અજાણી સ્ત્રી પણ હતી. જાથાની આ ટુકડીએ બ્રાહ્મણના નાગરિક તરીકેના બંધારણીય અધિકારનો ભંગ કર્યો છે.

ગોંડલના સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ ગોંડલ શહેર તથા તાલુકાના બધા વગેરેએ કલેકટર કચેરીએ તથા પોલીસવડા કચેરીએ આવેદનપત્ર આપ્યાહતા.

રીપોર્ટ:- પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ