અમરેલી

ખોખર પરિવાર વરસો થી પત્રકારત્વ ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવે છે રાજુભાઈ ખોખર ઈ ટી.વી ન્યુઝ તેમજ મંતવ્ય ન્યુઝ ચેનલ સાથે સંકાળાયેલા છે સાથેજ ઇલેક્ટ્રોનિક મીડિયાનું નામ આવે એટલે સૌરાષ્ટ્ર ના નામાંકિત પત્રકારો માં હનીફ ખોખર ની નોંધ લીધા વિના ચાલેજ નહિ જે રાજુભાઈ ના મોટાભાઈ છે .જે ઓએ દેશ માં સૌ પ્રથમ 1999 માં ઝી ન્યુઝ ચેનલે TV ન્યુઝ ની શરૂઆત ત્યારથી સંવાદદાતા તરીકે ની સફળ કારકિર્દી ની શરૂઆત કરી હતી. ફોટોગ્રાફી અને પત્રકારિતાના ગુણ આપને રાજાશાહી યુગના પ્રસિધ્ધ ફોટોગ્રાફર એવા આપના પિતા રહીમભાઈ ખોખર પાસે થી મળ્યા હતા. પિતા બગસરા શહેર માં B/W સ્ટુડિયો ચલાવતા હતા એટલે લેખન, ફોટોગ્રાફી અને પછી વિડિઓગ્રાફી માં કુશળતા પ્રાપ્ત કરી હતી અને એટલેજ એ અનુભવ નો સાક્ષાત્કાર હંમેશા સમાચારોમાં દેખાય આવે છે.અમરેલી જીલ્લા ના પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા ઈલે. તેમજ પ્રિન્ટ મિડિયા સાથે જોડાયેલા રાજુભાઈ ખોખર અને તેમનાં વડિલ બંધુ હનીફ ભાઈ ખોખર તમામ પત્રકાર મિત્રો માટે આદરણીય અને આગવુ સ્થાન ધરાવી રહયા છે અમરેલી જિલ્લાના બગસરા ખાતે રેહતા અને અમરેલી જિલ્લાના પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયામાં આગવું  સ્થાન ધરાવતા રાજુભાઈ ખોખરનું ગત તારીખ ૧૩/૧/૧૭ ને શુક્રવાર ના રોજ વહેલી સવારે હૃદય રોગનો  હુમલો આવતા તેમનું નિધન થયેલ હતુ.આ દુખદ ધટના થી સમગ્ર જિલ્લાના પત્રકારોમાં ગમગીની છવાઈ ગઈ હતી.અને હંમેશા માટે સહુ પરીવાર જનો અને પત્રકાર મીત્રો ને રડતા મુકી ને આ ફાની દુનિયામાં થી વિદાય થયેલા હતા.સ્વ.રાજુભાઈ ખોખર નાની ઉંમરમાં આ ફાની દુનિયાને છોડી અલવિદા કહી ગયેલા તેમના પત્ની એ પતી ની તેમજ  બે પુત્રો તનવીર અને અરમાન એ પીતાની છત્રછાયા ગુમાવી હતી.
આ પ્રથમ પુણયતીથી નીમીતે પત્રકાર હનીફ નાડ ,જયુભાઈ જેઠવા ,ટીનુભાઈ લલીયા, અરવિંદ દવે, બરકતભાઈ ચાવડા, નિલેશ મહેતા, પરવેઝ સુમરા, કાંતિભાઈ જોશી,નુરદીન ચાવડા, સીરાજ કુરેશી, નીકેત સંગાણી, નીજાર ચાવડા,સરફરાઝ રાઠોડ, બટુકભાઈ દલખાણીયા,યોગેશ દલખાણીયા, ઉદય ચોલેરા, રહીમભાઈ ચાવડા, રવીભાઈ ખુમાણ ,અરૂણ વેગડા, વગેરે એ ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવેલ છે

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ