ભરૂચ

રાજપારડી નગરમાં ચાર રસ્તા નજીક આવેલી ડી.પી.શાહ.શાળાના પટાંગણમાં છાત્રો દ્વારા આનંદ મેળો  સાંજના સમયે યોજાયો હતો જેમા શાળાના છાત્રો દ્વારા વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓના 42 જેટલા સ્ટોલો ઉભા કરાયા હતા સંસ્થાના પ્રમુખ સુનિલભાઇ પટેલના હસ્તે આનંદ મેળાની શરૂઆત કરાઇ હતી માધ્યમિક વિભાગના આચાર્ય અટોદરીયા,પ્રાથમિક વિભાગના વહિવટદાર રણછોડભાઇ રોહિત,આચાર્યા ભુમિકાબેન ઠાકર,શિક્ષક ચિંતનભાઇ શાહ, તેમજ શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ છાત્રોએ આનંદ મેળો યોજીને મઝા માણી હતી અત્રેના આનંદ મેળામાં 42 જેટલા ખાણીપીણીના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા જેમા પાણીપુરી,સમોસા,પાઉભાજી,આલુપુરી,ખમણ,ઢોકળા ખમણ,કચોરી,ભજીયા,બટાકા વડા,ચણામસાલા,સેવઉસળ,ઢોસા,વિગેરે જેવી વિવિધ વાનગીઓ બનાવીને વેચાણ કરતા છાત્રોએ પોતે કેટલા રૂપિયાનુ રોકાણ થાય અને કેટલા રૂપિયા નફો મળે તેમજ નાણાકીય આવક જાવક પ્રત્યે માહિતગાર થાય તેવી સમજણ મેળવી હતી આનંદ મેળામાં રાજપારડીના નગરજનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા અને છાત્રોએ બનાવેલી ખાણીપીણીની વસ્તુઓનો સ્વાદ માણ્યો હતો શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવીને આનંદ મેળાને સફળ કરાયો હતો 

 

તસવીર રફિક ખત્રી રાજપારડી 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ