વલસાડ-વાપી

વાપી :- વાપીમાં શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના ભુપેન્દરસીંગ અને ઉમરાવસીંગ સહીતના કાર્યકરોએ પદમાવત ફિલ્મ પર ગુજરાત સરકારે રોક લગાવતા આભાર માન્યો હતો અને સમગ્ર દેશમાં આ ફિલ્મ પર રોક લાગે અને જે લોકો પદમાવત  ફિલ્મના વિરોધમાં જેલમાં બંધ છે તેની મુક્તિ માટેની માગ કરી હતી. 

સમગ્ર દેશમાં વિવાદાસ્પદ રહેલી સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદમાવતીની પદમાવત નામકરણ કર્યા બાદ તેને રીલીઝ કરવાની લીલી ઝંડી મળી છે ત્યારે ગુજરાત સરકારે પદમાવત ફિલ્મને ગુજરાતમાં નહી બતાવવાની જાહેરાત કરતા તેમની આ જાહેરાતને પદમાવતી ફિલ્મનો વિરોધ કરતા કરણીસેનાએ વધાવી છે. અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માન્યો છે આ અંગે વાપીમાં શ્રી રાષ્ટ્રીય કરણીઅને સેનાના ભૂપેન્દરસીંગ અને અન્ય સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગુજરાત સરકારના નિર્ણયને વધાવ્યો હતો તેમજ આવી જ રીતે સમગ્ર દેશમાં પદમાવત પર પ્રતિબંધ લાગે તેવી માગ કરી હતી તેમનુ કહેવું છે ફિલ્મમાં પદમાવતીના ઐતિહાસિક પાત્ર સાથે સંજયલીલા ભણસાલીએ અનેક ચેડા કર્યા છે. માં પદમાવતી અમારા માટે જ નહી પરંતુ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમા વસતી ૩૬ જેટલી જાતીઓ માટે આદર અને સન્માનિય નારી છે અને તેના પર બનેલી ફિલ્મમાં તેને અલગરીતે રજૂ કરી તમામ સમાજની લાગણી દુભાવી છે. જે માટે હજારો કાર્યકરોએ વિરોધ કર્યો હતો જેમાના કેટલાક આજે પણ જેલમાં છે તેને મુક્ત કરવામાં આવે અને સમગ્ર દેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે

ઉલ્લેખનીય છે કે પદમાવતી ફિલ્મના વિરોધમાં કરણી સેનાના સુખદેવસિંહ ઘોઘામેડીએ સખત નારાજગી સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો જે બાદ આ વિરોધ સમગ્ર દેશમાં પ્રસર્યો હતો અને વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થતા આખરે સુપ્રિમ કોર્ટ અને સેન્સર બોર્ડના સૂચન બાદ પદમાવતીના કેટલાક સીન કટ કરી પદમાવત નામ સાથે રીલીઝ કરવાની ૨૫ જાન્યુઆરીએ મંજૂરી આપી છે. 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ