રાજકોટ

ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામે છેલ્લા ૨૦ વર્ષથી ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં યુવતીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રિના બારેક વાગ્યા આસપાસ અચાનક આગ ભભૂકી ઊઠતા ત્રણ શિબિરાર્થિ વિદ્યાર્થીનીઓ ઘટનાસ્થળે જ ભડથું થઇ ગઇ હતી. જ્યારે અનેક યુવતીઓ દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. શિબિરનો કેમ્પ સળગતા નાસભાગ મચી હતી. ઉપલેટા અને ધોરાજીથી પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમા લીધી ત્યાં સુધીમાં બધાજ ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા.  ૨૦ થી વધુ લોકો દાઝ્યા હતા અને ગૂંગળામણ થયેલ હતી. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતા જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ અને કલેક્ટર વિક્રંત પાંડે પણ મોડીરાત્રિના પ્રાંસલા પહોંચયા હતાં. જીલ્લા પોલીસ વડા અંતરિપ સુદે ત્રણ યુવતી નાં દાઝી જવાથી મૃત્યુ થયાની વાતને સમર્થન આપ્યું હતુ. સ્વામી ધર્મબંધુજીએ પણ ત્રણ નાં મોત થયાની વાતને પુષ્ટિ આપી હતી. પરંતું ચર્ચા મુજબ મૃત્યુ આંક વધું હોવાનું કહેવાઈ રહ્યુ છે. પ્રાંસલામાં  આચાર્ય સ્વામી ધર્મબંધુ સંચાલિત રાષ્ટ્રકથાની શિબિરમાં દેશભરમાંથી યુવકો અને યુવતીઓ ભાગ લે છે. શિબિર સ્થળે ૧૬૦૦૦ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓને રહેવા માટે વિશાળ ટેન્ટ ની વ્યવસ્થા કરવામાં આવેલી હતી.

 

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા - ઉપલેટા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ